ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી છે. ભાજપ વર્ષ 1995થી ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી રહી છે. સતત સાતમીવાર ગુજરાતમાં જીત મેળવીને ભાજપ દ્વારા પશ્વિમ બંગાળના ડાબેરી દળો સાથે સાત ચૂંટણી જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. વર્ષ 1985માં કોંગ્રેસના માધવસિંહ સોંલકી ગુજરાતમાં 149 બેઠક જીત્યા હતા. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ 156 બેઠક જીતી ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટી જીત મેળવી છે.
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં 182માંથી 156 બેઠક ભારતીય જનતા પાર્ટીને મળી છે. 17 બેઠક પર કોંગ્રેસ પાર્ટીએ, 05 બેઠક પર આમ આદમી પાર્ટી અને 4 બેઠક પર અન્ય એ જીત મેળવી છે. આ પહેલા વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને 99 બેઠક મળી છે, આ વર્ષે ભાજપને તેના કરતા 57 બેઠક વધારે મળી છે. કોંગ્રેસ પાર્ટીને વર્ષ 2017માં 77 બેઠક મળી છે જેમાંથી આ વર્ષે તેમણે 60 બેઠક ગુમાવી છે. કોંગ્રેસને આ વર્ષે માત્ર 17 બેઠક પર જીત મળી છે. તેને વિપક્ષની પાર્ટી બનવા માટે જરુરી 10 ટકા બેઠક પણ મળી નથી. આપ પાર્ટી પહેલી વાર ગુજરાત વિધાનસભા ચૂંટણી લડી રહી હતી. તેમના નેતાઓના નિવેદનો અનુસારનું તેઓ પ્રદર્શન ન કરી શક્યા. તેમના તમામ મોટા નેતાઓ પોતાની બેઠક પરથી હાર્યા હતા. અન્યને આ વર્ષે 2 બેઠક ઓછી મળી છે.
આ જીત બાદ પીએમ મોદીએ કહ્યું કે પરિવારવાદ સામે લોકોમાં રોષ વધી રહ્યો છે. લોકશાહી માટે આ એક સારો સંકેત છે. પીએમએ કહ્યું કે ગુજરાતે રેકોર્ડ કર્યા છે, ગુજરાતની જનતાને વંદન. પીએમ મોદીએ કહ્યું કે મેં ગુજરાતની જનતાને કહ્યું હતું કે આ વખતે નરેન્દ્રનો રેકોર્ડ તોડવો જોઈએ. ભૂપેન્દ્ર નરેન્દ્રનો રેકોર્ડ તોડવાનું વચન આપ્યું હતું, નરેન્દ્રએ આ માટે ઘણી મહેનત કરી હતી. તેમણે કહ્યું કે, ગુજરાતની જનતાએ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે કહ્યું કે ભાજપ ગુજરાતના દરેક પરિવારનો હિસ્સો છે.
