મારો અવાજ,
અલ્પેશ ઠાકોર, શંકર ચૌધરી સહિતના અનેક મોટા નામો ચર્ચાતા હતા તેઓ રહી ગયા
ગુજરાત મંત્રી મંડળની આજે રચનામાં ભાજપે જબરુ આશ્ચર્ય સર્જયુ છે અને જે સંભવિત મંત્રીઓની યાદીમાં મોટા નામો ચર્ચાતા હતા તેમાં શંકર ચૌધરીનું નામ હજુ સુધી મંત્રી મંડળ માટે આવ્યું નથી અને તેથી જ જબરુ આશ્ચર્ય સર્જાયું છે. જો કે હજુ વધુ છ મંત્રીઓ આગામી દિવસોમાં શપથ લઇ શકે છે જે કુલ 16 મંત્રીઓને ફોન આવ્યા છે.
જેમાં 8 કેબીનેટ અને 8 રાજ્યકક્ષાના મંત્રીઓ હશે તેવું હાલ ચિત્ર છે. અગાઉ આનંદીબેન સરકારમાં રહી ચૂકેલા શંકર ચૌધરી કે જેઓ થરાદમાંથી ચૂંટાયેલા છે તેઓનું નામ મંત્રી મંડળના સંભવિતના નામ નહીં હોવાનું બહાર આવતા જ જબરી ચર્ચા જાગી છે. અગાઉ ચૂંટણી સમયે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એવું જણાવ્યું હતું કે તમે શંકરભાઈને વિજેતા બનાવો હું તેમને મોટુ પદ આપીશ. એ સમયથી જ શંકર ચૌધરીનું નામ સિનિયર મંત્રી તરીકે ચર્ચામાં હતું અને અગાઉ પણ તેઓ મંત્રી રહી ચૂક્યા હતા પરંતુ તેમનું નામ ન જોવા મળતા આશ્ચર્ય સર્જાયુ છે.
આવું જ બીજુ નામ રાજકોટ જિલ્લામાથી જયેશ રાદડીયાનું છે જેઓએ જેતપુર બેઠક પરથી ભવ્ય વિજય મેળવ્યો છે પરંતુ તેમના માટે આ મંત્રી મંડળમાં જગ્યા નથી એવા સંકેત છે. ત્રીજુ નામ શંભુપ્રસાદ ટુંડીયાનું છે જેઓ દલીત સમાજના ધર્મગુરુ છે. અને તેઓનું નામ નિશ્ચિત મનાતુ હતું પરંતુ તેમનો પણ સમાવેશ કરાયો નથી. આ ઉપરાંત ઠાકોર સમાજના અગ્રણી અને ગાંધીનગર દક્ષિણમાંથી ચૂંટાયેલા અલ્પેશ ઠાકોરનું નામ પણ યાદીમાં નથી.
હાર્દિક પટેલ કે જે પ્રથમ વખત ધારાસભ્ય બન્યો છે તેની પણ બાદબાકી થઇ છે. રાજકોટ શહેર અને જિલ્લામાંથી બે નામો જાહેર થયા છે જેમાં કુંવરજીભાઈ બાવળિયા-જસદણ અને ભાનુબેન બાબરીયા-રાજકોટ ગ્રામ્યનું પ્રતિનિધિત્વ કરે છે. રાજકોટ શહેરમાંથી ત્રણ ધારાસભ્યોમાંથી કોઇને પણ મંત્રી મંડળમાં સમાવેશ કરાયો નથી જો કે ત્રણેય ધારાસભ્યો પ્રથમવાર ચૂંટાયા છે અને તેથી તેઓને વિધાનસભાનો ‘અનુભવ’ અપાય તેવા સંકેત છે.
આ જ રીતે સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છનું કોઇ પ્રતિનિધિત્વ નહીં મંત્રી મંડળમાં નહીં હોવાનું નજરે ચડે છે. ભાવનગરમાંથી પરસોતમ સોલંકી અને જામનગરમાંથી મુળુભાઈ બેરા અને રાઘવજીભાઈ પટેલ મંત્રી બને છે. અમરેલી જિલ્લાએ આ ચૂંટણીમાં ભાજપને તમામ પાંચ બેઠકો જીતાડી છે પરંતુ કોઇને મંત્રી પદ અપાયું નથી. તે પણ રસપ્રદ બાબત છે. અમદાવાદ શહેરમાંથી પણ મુખ્યમઁત્રી ઉપરાંત જગદીશ પંચાલ બે જ નામો મંત્રી મંડળમાં છે. વડોદરા શહેરમાંથી પણ એક પણ નામ હજુ સુધી બહાર આવ્યું નથી તેવી જ રીતે સુરતનું પ્રતિનિધિત્વ ઘટ્યું છે.