મારો અવાજ,
સિદ્ધપુર તાલુકાના ચારુપ ગામના રહીશ અને સિદ્ધપુરને કર્મભૂમિ બનાવી રહેનારા ચંદનસિંહ રાજપૂત અને હંસાબાના પુત્ર છે બલવંતસિંહ રાજપૂત.
સિદ્ધપુરમા મિલ કામદાર અને ચાની કિટલી દ્વારા રોજગારી મેળવતાં પરિવારનો દીકરો બલવંતસિંહ ઉધોગ જગતમાં ખૂબ જ જાણીતું નામ બની રહ્યું છે.
નદીમાં પુર અને મિલ બંધ થવાના લીધે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ વિકટ બનેલી એ સમયે બલવંતસિંહ રાજપૂત અભ્યાસ છોડી પોતાના પિતાને અને પરિવારને મદદરૂપ બનવા માટે નોકરી કરવી પડી હતી. પરિવારની આર્થિક સ્થિતિ દયનિય હોવાના લીધે રાત દિવસ મહેનત કરી સિદ્ધપુર શહેરમાં નાના પાયે કંટ્રોલની દુકાન શરૂ કરી હતી અને કનુભાઈ ઠક્કર જેવા મિત્રની સાથે મળીને નાના પાયે તેલનો ઘાણો શરૂ કર્યો હતો જેમા જતાં દિવસે મહેનત,લગન અને વ્યાપારની આવડતના લીધે આજે ગોકુલ ઓઈલ મિલ ગુજરાત માજ નહિ પણ દેશ વિદેશમાં જાણીતી બની છે.
શૂન્ય માંથી સર્જન કરનારા બલવંતસિંહ રાજપૂત રાજકારણમાં પણ ઘણા સક્રિય જોવા મળતા હતાં. કોંગ્રેસ સાથે રહીને સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ થી શરૂ કરી વર્ષ 2002 અને 2012માં ગુજરાત વિધાનસભામાં સિદ્ધપુરના પ્રતિનિધિ બન્યા હતાં.
વર્ષ 2014મા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી ભારતના વડાપ્રધાન બનતાં શ્રી બલવંતસિંહ નરેન્દ્રભાઈ મોદીથી પ્રભાવિત થઈ કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતાં. રાજકારણમાં હમેશા મિત્રો બનવનારા બલવંતસિંહ રાજપૂતને ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભામાં ઉમેદવાર બનાવ્યા હતાં પણ સ્વ.અહેમદ પટેલ સામેની એ ચૂંટણી કોર્ટના શરણ સુધી પહોંચતા શ્રી રાજપૂત રાજ્યસભામાં જતાં રહી ગયા હતાં ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી દ્વારા એમને એશિયાની મોટી જી.આઈ.ડી.સી.ના ચેરમેન તરીકે એમની પસંદગી કરવામાં આવી હતી જે કામગીરી એમણે બે વખત સફળતા પૂર્વક કોઈપણ વિવાદ વગર નિભાવી હતી.
રાજકારણમાં બલવંતસિંહ રાજપૂત વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની ખૂબ જ નજીકમાં હોવાનું લોકો દ્વારા જાણવા મળે છે.
સિદ્ધપુર બાવાજીની વાડીથી શરૂ કરેલી સફર આજે ગાંધીનગર સચિવાલયમાં કેબિનેટ મંત્રી સુધી પહોંચી છે અને બલવંતસિંહ રાજપૂતનો સ્વભાવને જોતા ભવિષ્યમાં એ વધુ ઉજ્જવળ કારકિર્દી તરફ જશે એમાં કોઈ જ શંકા જેવું નથી.
એક ગરીબ પરિવારનો પુત્ર આજે ઉધોગ અને રાજકારણમાં સફળ બન્યો છે સાથે સાથે માતા પિતાની આજ્ઞા અનુસાર દાનકાર્ય કરવામાં પણ ઉચ્ચ સ્થાને હમેશાં જોવા મળે છે.
સિદ્ધપુરમાં આર્થિક કમજોર અને જરૂરિયાતમંદ લોકો માટે જમવાના ટિફિનની સુવિધા વર્ષોથી એમના દ્વારા પુરી પાડવામાં આવે છે.
સિદ્ધપુરમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોના આરોગ્યની ચિંતા કરીને 12/08/2001 ના દિવસે બહુચર જનસેવા ટ્રસ્ટ સંચાલિત ગોકુલ સાર્વજનિક હોસ્પિટલ નામે રાહતદરે હોસ્પિટલ શરૂ કરી હતી જેમાં ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને સારવાર આપવામાં આવે છે.
પોતાના માદરે વતન ચારુપમાં પોતાના માતૃશ્રીના નામે “હંસાબા વિદ્યાલય” નામે એક નોન ગ્રાન્ટેડ વિદ્યાલય શરૂ કરી હતી જે આજે પણ કાર્યરત છે.
બલવંતસિંહ રાજપૂત વર્ષ 2002મા સિદ્ધપુરના ધારાસભ્ય બન્યા ત્યારે ગુજરાત સરકાર માંથી જી.આઈ.ડી.સી. મંજુર કરાવી હતી અને કોર્ટના શરણમાં જઈને સિદ્ધપુરની ધરતી પર જી.આઈ.ડી.સી. ઉભી કરવા માટે ભરપૂર સફળ પ્રયત્નો કર્યા હતા.
સિદ્ધપુરની ઓળખ બનેલ સરસ્વતી મુક્તિધામ માટે પાયાનાં ફાઉન્ડર અને ટ્રસ્ટી બનેલાં અને એમના આયોજનના લીધે આજે સરવસ્તી મુક્તિધામ આજે એક પર્યટન સ્થળ જેવું બની રહ્યું છે.
સિદ્ધપુરના લોકો માટે હમેંશા જાતિ અને ધર્મ જોયા વિના મદદરૂપ બનનારા બલવંતસિંહ રાજપૂત આજે ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી બનીને સિદ્ધપુરનું ગૌરવ વધાર્યું છે.
*સમસ્યા નિવારણ મંચ,સિદ્ધપુર* વતી બલવંતસિંહ રાજપૂતને ખૂબ ખૂબ અભિનંદન અને આજના આ ખૂબ જ ઐતિહાસિક દિવસ નિમિત્તે *સ્વ.ચંદનસિંહ અને હંસાબાના સંસ્કારોને ઉજળા કરનારા મહાન પુત્ર માટે લખીએ એટલું ઓછું છે..*
સિદ્ધપુર માટે હંમેશા સહસ્મિત કાર્યરત રહેનારા બલવંતસિંહ અને એમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન…