મારો અવાજ,
બનાસકાંઠા:-ભુવાએ દુઃખ દુર કરવાના માટે 1 કરોડ ની ડીલ કરી અને પરિવારે 35 લાખ આપ્યા પછી ખબર પડી કે..
“લોભીયા હોય ત્યા ધુતારા ભુખે ને મરે ” આ કહેવત ગુજરાતના ધાનેરાના એક પરીવારે સાર્થક કરી છે જેમા ભુવાઓ ની વાત મા આવી પરીવાર મા દુખ દુર કરવા માટે 1 કરોડ ની ડીલ કરી હતી બાદ મા છેતરાયા નો એહસાસ થતા પરીવાર પોલીસ ના શરણે પહોંચ્યો હતો અને પોલીસે કાર્યવાહી કરી હતી.
જો ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તૉ આ ચોંકાવનારો કિસ્સો હાલ ચર્ચા નો વિષય બન્યો છે અને આ સમગ્ર ઘટના નો એક વિડીઓ પણ સામે આવ્યો હતો. પાલનપુર ના ધાનારા મા આ કિસ્સો સામે આવ્યો છે જેમા એક પરીવાર ને પાંચ ભુવા ઓ દ્વારા એવું જણાવવા મા આવ્યુ કે તમારા ઘર અને પરિવાર પર કોઈ એ માતા મુકી છે એટલે ચેહર માતાની બાધા રાખવી પડશે જેમા કુલ એક કરોડ રુપીઆ નો ખર્ચ થશે.
આ સમગ્ર ઘટના ની શરુવાત નવરાત્રી ના સમય મા થઈ હતી જ્યારે આ ડીલ થયા બાદ દુખી પરીવાર ધ્વારા ભુવા ની વાત મા આવી બન્ને ભાઈઑ ધ્વારા બીજા પાસેથી લઈ ને 35 લાખ રુપીઆ આપ્યા હતા. સાથે જ 1.70 લાખની ચાંદીની પાટો પણ આપી હતી. આ રુપિયા અને ચાંદીની પાટો આપતો વિડીયો પણ બનાવ્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.આ વિડીઓ હાલ ખુબ જ ચર્ચા નો વિષય બન્યો છે વિડીઓ મા જોઈ શકાય છે કે બે વ્યક્તિ ઓની આગળ રુપિયાનો ઢગલો પણ પડેલો હતો. હાર પહેરીને જે ભૂવો બેસ્યો છે તે સતત ધૂણી રહ્યો છે. આગળ કંકુ-ચોખાનો થાળ અને રુપિયાના બંડલો પડેલા છે. આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ધ્યાને આવતા પરિવારે પોલીસને અરજી આપી હતી.
ત્યારે આ મામલે ધાનેરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ આરોપી ભૂવાઓ પાસેથી રુપિયા રિકવર કરવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે, ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલા કેટલાંક ગામોમાં ભૂવાઓ માતાજીના નામે લોકોને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે. આવા ભૂવાઓ સામે કાર્યવાહી કરવાની લોકમાંગ પણ ઉઠી છે.