મારો અવાજ,
ફૂડ સિક્યૉરિટી અને એની અન્ય કલ્યાણ યોજનાઓની જરૂરિયાત તેમ જ પીએમજીકેવાયની વધારાની ફાળવણી માટે કેન્દ્રીય પુલ હેઠળ ભારત સરકાર પાસે પૂરતો અનાજનો સ્ટૉક છે. પહેલી જાન્યુઆરી ૨૦૨૩ના રોજ લગભગ ૧૫૯ લાખ ટન ઘઉં ઉપલબ્ધ થશે, જે ૧૩૮ લાખ ટનની બફર ધોરણની જરૂરિયાત કરતાં ઘણું વધારે છે. હાલ સરકારી ગોડાઉનમાં ૧૮૨ લાખ ટનનો સ્ટૉક પડ્યો છે.
ભારત સરકાર ઘઉંના ભાવની સ્થિતિથી સારી રીતે વાકેફ છે અને અન્ય કૉમોડિટીઝની સાથે સાપ્તાહિક ધોરણે એનું સતત નિરીક્ષણ કરે છે અને જ્યારે જરૂર પડે ત્યારે સુધારાત્મક પગલાં લે છે. ભારત સરકારે કોઈ પણ વધુ ભાવવધારાને રોકવા માટે સક્રિય પગલાં લીધાં છે અને મે મહિનાથી નિકાસ-પ્રતિબંધ પણ મૂક્યો હતો. સરકારી યોજનાની ફાળવણીમાં પણ કલ્યાણ યોજનાઓની જરૂરિયાતો પૂરી કરવા માટે કેન્દ્રીય પુલમાં ઘઉંનો પૂરતો સ્ટૉક રાખવા માટે ચોખાની માત્રામાં વધારો પણ કરવામાં આવ્યો છે..