મારો અવાજ,
આપણે ત્યાં ગરીબ છે કે મધ્યમ વર્ગના લોકોનું ચૂંટણીમાં ખાસ ઉપસતું નથી. મની અને મસલ પાવર કામ કરી જાય છે. 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમીર ઉમેદવારો વધુ જીત્યા છે, જેમાં સૌથી વધુ 18 ટકા પટેલ ઉમેદવારો છે, તેમની સરેરાશ સંપતિ 11.3 કરોડ છે.
પક્ષ વાર સંપતિ પર નજર નાખીએ તો કોંગ્રેસ અને આપની તુલનામાં ભાજપના ઉમેદવારો વધુ અમીર હતા. ભાજપના ઉમેદવારોની સરેરાશ સંપતિ 14 કરોડ હતી, કોંગ્રેસના ઉમેદવારોની 6.5 કરોડ, આમ આદમી પાર્ટીના ઉમેદવારોની સરેરાશ સંપતિ 3.1 કરોડ હતી.
ચૂંટણીમાં ત્રણ મુખ્ય પાર્ટીઓના ઉમેદવારો અને ધારાસભ્યોની જાતીય રચના પર નજર નાખીએ તો આ ચૂંટણીમાં બધી પાર્ટીઓએ એક જેવા ઉમેદવારો ઉભા રાખ્યા હતા. આ પહેલા ભૂતકાળમાં આવું નહોતું થયું. જો કે ધન કે વર્ગના મામલામાં ત્રણેય મુખ્ય પક્ષો એક જેવા ન હતા. ‘આપ’ એ ભાજપ અને કોંગ્રેસની તુલનામાં વધુ પટેલ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. (ક્રમશ: 25 ટકા અને 22 ટકાના મુકાબલે 28 ટકા) કોંગ્રેસે ભાજપ અને આજની તુલનામાં વધુ ઓબીસી ઉમેદવાર (ક્રમશ: 35 ટકા અને 32 ટકાની તુલનામાં 39 ટકા) ચૂંટણી જંગમાં ઉતાર્યા હતા.
સવર્ણ ઉમેદવારોમાં ભાજપના 17 ટકા, કોંગ્રેસના 14 ટકા અને ‘આપ’ના 13 ટકા હતા. આપની તુલનામાં ભાજપ અને કોંગ્રેસે ઓબીસીને વધુ મહત્વ આપ્યું હતું. વિધાનસભામાં મોટાભાગના ધારાસભ્યો ચાર સમુદાયના: ગુજરાત વિધાનસભામાં મોટા ભાગના ધારાસભ્યો ચાર સમુદાયમાંથી આવે છે. જેમાં પટેલ 18 ટકા, અનુસૂચિત જનજાતિ (એસટી) 15 ટકા, કોળી 11.2 ટકા, ક્ષત્રિય 11 ટકાનો સમાવેશ થાય છે.
ચૂંટણીમાં ભાજપે એસટીની 27માંથી 23 સીટો પર જીત મેળવી હતી. ભાજપમાં પટેલ બધા ધારાસભ્યોના 27 ટકા છે ત્યારબાદ એસટી 15 ટકા, કોળી 12 ટકા, ક્ષત્રિય 8 ટકા છે. બ્રાહ્મણો અને રાજપૂતોના પ્રત્યેક ભાજપના ધારાસભ્યોમાં 6 ટકા છે.
રાજપૂત ધારાસભ્યો સંપતિના મામલામાં સૌથી આગળ
અન્યોની સરેરાશ સંપતિ કરોડોમાં
રાજપૂત ધારાસભ્યોની કોઈ અન્ય સમૂહોની તુલનામાં સરેરાશ સંપતિ 16.7 કરોડ રૂપિયા છે ત્યારબાદ પટેલ ધારાસભ્યો 11.3 કરોડ, કોળી ધારાસભ્યો-9 કરોડ અને ઓબીસી વર્ગ- 8.9 કરોડ ઉપરાંત વાણિયા ધારાસભ્યોની સરેરાશ સંપતિ 7.9 કરોડ, બ્રાહ્મણ 7.5 કરોડ, એસસી 4.4 કરોડ, અન્ય ઉચ્ચ જાતિ 3.1 કરોડ, ઠાકોર 2.8 કરોડ, એસસી-2.1 કરોડ, મરાઠા- 1.7 કરોડ અને મુસ્લિમ 1.5 કરોડ સરેરાશ સંપતિ ધરાવે છે.