મારો અવાજ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પાકિસ્તાનના વિદેશમંત્રીના બફાટનો દેશભરમાં વિરોધ, મહેસાણામાં કાર્યકરોએ કર્યું ભુટ્ટોના પુતળાનું દહન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોના નિવેદન પર ભારત તરફથી જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાની વિદેશ મંત્રીના નિવેદનને ‘અસંસ્કારી’ ગણાવ્યું છે. આ બાબતે દેશના વિવિધ ભાગોમાં ભાજપ કાર્યકર્તાઓ અને લોકોની ઉગ્ર પ્રતિક્રિયા પણ સામે આવી છે.
મહેસાણામાં પણ ભાજપના નેતાઓએ બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરી પોતાનો વિરોધ નોંધાવ્યો છે. મહેસાણામાં ભાજપ કાર્યકરોએ કમલ ખાતે પાકિસ્તાન હાય હાયના નારા લગાવીને પૂતળા દહન કરાયું હતું.
કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ બિલાવલ ભુટ્ટોને જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું કે કોવિડ દરમિયાન PMએ પણ પાકિસ્તાનની મદદ કરી હતી. પાકિસ્તાનના વિદેશ મંત્રીને ખબર હોવી જોઈએ કે કાશ્મીર અને પંજાબમાં આતંકવાદ પાકિસ્તાનના કારણે છે. બિલાવલ ભુટ્ટોએ જે પ્રકારનું પાયાવિહોણું નિવેદન આપ્યું છે તે પાકિસ્તાન અને તેમની માનસિક નાદારી દર્શાવે છે. આ પાકિસ્તાન અને નિષ્ફળતા તરફ જઈ રહેલા નિષ્ફળ નેતાનું નિવેદન છે.