મારો અવાજ,
મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારીયા ખાતે 3 વર્ષ અગાઉ ઉછીના પૈસાની લેવડ દેવડ મામલે એક વ્યક્તિની હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર પંથકમાં ચકચાર માચાગી દીધી હતી. જે કેસમાં બે આરોપી ને આજે મહેસાણા કોર્ટ 10 વર્ષ ની સજા ફટકારી જેલ ભેગા કરી દીધા છે.
મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારીયા ગામે રહેતા મૃતક લલિત પટેલ ને વસાઈ ગામમાં રહેતા પટેલ વિષ્ણુ ભાઈ ગણપત ભાઈ અને પટેલ ચેતન વિષ્ણુભાઈ પૈસા ની લેવડ દેવડ મામલે માથાકૂટ થઈ હતી બાદમાં પટેલ વિષ્ણુ ભાઈ અને પટેલ ચેનત ભાઈ હે પિતા પુત્રભેગા મળી 29 જૂન 2019ના રોજ લલિત પટેલ ની હત્યા કરી હતી સમગ્ર મામલે આ કેસ મહેસાણા સેસન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ભરત કુમાર પટેલે કોર્ટ સમક્ષ આ કેસમાં 14 સાક્ષી તપસ્યા હતા અને કોર્ટમાં 49 જેટલા પુરાવા રજૂ કર્યા હતા.
જે પુરાવા અને સરકારી વકીલ ભરત કુમાર જી પટેલ ની દલીલો કોર્ટ ગ્રાહ્ય રાખી આરોપી પિતા પુત્ર ને 10 વર્ષ ની કેદ અને રૂપિયા 10 હજાર દંડ ફટકાર્યો છે તેમજ બીજી કલમો 506 (2) માં 1 વર્ષ ની સજા અને 3000 દંડ તેમજ કલમ 504 માં 6 માસ ની કેદ અને 2 હજાર દંડ આમ બે આરોપીઓને કુલ 30 હજાર દંડ અને 10 વર્ષ ની કેદની સજા ફટકારવામાં આવી છે.