મારો અવાજ,
ચાણસ્મા તાલુકાના રૂપપુર નજીક ચાણસ્મા તાલુકાના ભાટવાસણા ગામના અને બોરસણ થી મૃતક યુવાન તેમના માસી અને ફોઈને મળીને બાઈક લઈને પોતાના ગામ ભાટવાસણા આવી રહ્યા હતા તે દરમિયાન રૂપપુર નજીક ચાણસ્મા તરફથી આવી રહેલું આઇસર વાહણે ટક્કર મારતા મૃતક યુવાન ઠાકોર મેહુલ જી દિલીપજી ઉંમર વર્ષ 23 ને માથાના ભાગે ગંભીર જાઓ થતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જેની જાણ તેના પરિવારજનોને થતા મૃતક યુવાનના પિતા દિલીપજી સહિત પરિવારજનો ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને ઘડીભર ભાવુક દ્રશ્યો સર્જાયા હતા જ્યારે મૃતક આશાસ્પદ યુવાન ના મૃતદેહને ચાણસ્મા આરોગ્ય કેન્દ્ર ખાતે લવાયો હતો જ્યાં ચાણસ્મા પોલીસ દ્વારા પીએમ કરાવીને લાશને મૃતક યુવાનના પરિવારજનોને સોંપવામાં આવી હતી મળતી માહિતી મુજબ મૃતક આશા પરિવાર બેચરાજી ખાતે મારુતિ કંપનીમાં નોકરી કરતો હતો અને રવિવારે સાંજે પાટણ તાલુકાના બોરસણ ગામે તેના માસી અને ખોઈ રહેતા હોવાથી મળવા માટે ગયો હતો મૃતક યુવાન છ માસ પહેલા જ હારીજ તાલુકાના તંબોળિયા ગામે લગ્ન કર્યા હોવાનું પણ મૃતક યુવાનના પિતા દિલીપજી ઠાકોર એ જણાવ્યું હતું
આઇસર ચાલક અકસ્માત કરી નાસી છૂટ્યો હતો
રૂપપુર પાસે સર્જાયેલા બાઈક અને આઇસર વચ્ચેના અકસ્માતની ઘટના સોમવારે સવારે બાર વાગ્યાની આસપાસ બનેલી ઘટના અંગે મૃતકના નજીકના સબંધી અરવિંદજી ઠાકોરે જણાવ્યું હતું કે અકસ્માત થયો તે જગ્યા ઉપર થી જાણવા મળ્યું હતું કે વાદળી કલરનું આઇસર જે ચાણસ્મા તરફથી આવી રહ્યું હતું તે આઈસરે પાટણ તરફથી આવી રહેલા બાઇક ચાલકની ટક્કર મારી હતી અને બાઈક ચાલક ઉછળીને રોડ ઉપર પટકાયો હતો જ્યારે અકસ્માત કરનાર eicher નો ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો અને ઘટના સ્થળે આઇસરના સાઈડના ભાગનું બમ્ફર નો ભાગ પડ્યો હોવાનું જણાવ્યું હતું