મારો અવાજ,
મોઢેરાના સુર્યમંદીર અને તેની નજીકના અન્ય સ્મારકો સહિત મહેસાણાના વડનગર શહેરને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેઝ સાઈટની યાદીમાં સમાવવામાં આવ્યું છે. મોઢેરાનું સુર્યમંદીર સોલંકી શૈલીને શ્રેષ્ઠ રીતે રજૂ કરે છે. ભારતમાં આ મંદિર સ્થાપત્યનું રત્ન અને ગુજરાતનું ગૌરવ છે. તો બીજી તરફ વડનગર ગુજરાતના મહેસાણા જિલ્લા હેઠળની નગરપાલિકા છે. અને વડનગરનો ઈતિહાસ લગભગ 8મી સદી બીસીઈ સુધીનો છે.
આ શહેરની મોટી સંખ્યામાં આવેલી ઐતિહાસિક ઈમારતો મુખ્યત્વે ધાર્મિક અને રહેણાંક પ્રકૃતિની છે. જેને વર્લ્ડ હેરિટેઝમાં સામેલ કરાઈ છે. આ અંગે કેન્દ્રીયપ્રધાન જી.કિશન રેડ્ડીએ ટ્વીટ કરીને માહિતી આપી હતી. આ સિવાય ત્રિપુરાના ઉનાકોટીમાં જંગલમાં આવેલા શૈવ પૂજાધામને પણ વર્લ્ડ હેરિટેઝની યાદીમાં સમાવવામાં આવી છે. જે મળીને હવે દેશમાં કુલ 52 વર્લ્ડ હેરિટેઝ સાઈટ્સ થઈ છે.