મારો અવાજ
મહેસાણા જિલ્લામાં ઉતરાયણના તહેવાર પહેલા જ ચાઈનીઝ દોરી વેંચતા શખ્સ સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે મહેસાણા એલસીબી અને વડનગર પોલીસે બાતમીના આધારે એક ઈસમ અલ્ટો ગાડી જીજે 4 એપી 3318 માં ચાઈનીઝ દોરીના રીલ કુકરવાડાથી ભરી વડનગરના શાહપુર ગામે આપવા નીકળેલ છે અને છાબલિયાથી વડનગર તરફ થી કહીપુર ત્રણ રસ્તા પાસે ચેક કરતા બોરામાં ચાઈનીઝ દોરી ભરેલ હતી ગાડી ચાલકનું નામ પૂછતાં પોતે ઠાકોર અલ્પેશજી દશરથજી ઠાકોર રહે.ગોઠવા આથમણો ઠાકોરવાસ વિસનગરનો હોવાનું જણાવેલ પોલીસે ઇસમને ઝડપી 59 ચાઈનીઝ દોરીના રીલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
– જેમાં Mono sky water,proof, non toxic, shock proof, non metallic. Vibrant colors લખેલ કુલ 349 રીલ કિંમત રૂપિયા 34,900 અને .અલ્ટો ગાડી40.000 હજાર ની કિંમતની ગાડી સાથે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.