મારો અવાજ,
વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જાહેર કરેલા સંકલ્પપત્રના મુદ્દાઓ ૧૦૦ દિવસના લક્ષ્યાંક નિર્ધારિત કરીને પાંચ વર્ષમાં પૂર્ણ કરવાનો દાવો કરવામાં આવ્યો છે, જે અનુસાર પ્રધાનમંત્રી જન આરોગ્ય-મા (PMJAY-MA) યોજના હેઠળ પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને ૧૦ લાખ કરવાની વહીવટી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે દેવભૂમિ દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત ભગવાન શ્રી કૃષ્ણની વિશ્વની સૌથી મોટી પ્રતિમા બનાવાશે.
રૂષિકેશ પટેલે કેબિનેટ બેઠકમાં થયેલીચર્ચા અને અગત્યના ભાવિ આયોજન વિશે વિગતો આપતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (આયુષ્માન ભારત)નો બમણો લાભ રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ ઉપલબ્ધ રૂ. પાંચ લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ. ૧૦ લાખ કરવા માટેની જરૂરી વહીવટી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.ટૂંક સમયમાં જ અગત્યની જાહેરાત કરવામાં આવશે.
‘મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ'(MMFDS)
મુખ્યમંત્રી ફ્રી ડાયગ્નોસ્ટિક સ્કીમ અંતર્ગત આથક સંકડામણ અનુભવતા રાજ્યના પ્રત્યેક નાગરિકોને આ સ્કીમ અંતર્ગત તમામ સરકારી આરોગ્ય સંસ્થા અને સરકાર માન્ય લેબોરેટરીમાં નિઃશુલ્ક નિદાન સેવાઓ આપવામાં આવે તે માટેની યોજનાનો સત્વરે પ્રારંભ કરવામાં આવનાર છે.