મારો અવાજ-ચાણસ્મા,
ચાણસ્મા આરોગ્ય કેન્દ્રમાં કોરોના ની પહોંચી વળાય તે માટે સંપૂર્ણ તૈયારી કરાઈ
500lpm ઓક્સિજન પ્લાન્ટ 80 ઓક્સિજનના બેડ સહિતની કોરના દર્દીઓને સારવાર માટે એ સંપૂર્ણ તૈયારીઓ થી આરોગ્ય કેન્દ્ર સજ્જ થયું
ચીન સહિત દુનિયાભરના દેશોમાં ફરીવાર કોરોનાએ માથું ઊંચક્યું છે ત્યારે ભારતમાં પણ અનેક રાજ્યોમાં કોરોના નો પગ પ્રસાર થયો છે ગુજરાતમાં પણ કેટલાક શહેરોમાં કોરોના ના દર્દીઓ જોવા મળી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારનું આરોગ્ય વિભાગ કોરોના સામે લડવા માટે સજ્જ થયું છે ત્યારે ચાણસ્મા ખાતે આરોગ્ય કેન્દ્રમાં કોરોના દર્દીઓ અચાનક વધે તો તેને સારવાર આપવા માટેની તમામ તૈયારીઓ કરાઈ દેવામાં આવી છે જેમાં 500 એલપીએમ ઓક્સિજન પ્લાન્ટને સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવાયો છે.
50 ઓક્સિજન બેડ પાંચ ઓક્સિજન કસ્ટરેટર મશીન 76 મોટા ઓક્સિજન બોટલ અને આઠ નાના ઓક્સિજન બોટલ સાથે ડોક્ટરો અને આરોગ્ય કર્મચારીઓને તૈયારી સાથે રહેવા માટે સંપૂર્ણ આદેશ કરાયો છે કોરોના દર્દીઓને સંપૂર્ણ સારી સવાર મળી રહે તે માટે ચાણસ્મા આરોગ્ય વિભાગ દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે હોવાનું ડોક્ટર જીતેન્દ્ર કુમાર પાટણકર અને ડોક્ટર જે એલ પટેલે જણાવ્યું હતું