મારો અવાજ,
ચાણસ્મા તાલુકા પંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી લીલીયા વાડી ચાલી રહી છે જાણે તાલુકા વિકાસ અધિકારીનો તેમના કર્મચારીઓ પર અંકુશ રહ્યો ન હોય તેવું સ્પષ્ટ જોવા મળી રહ્યું છે બપોરના 12 વાગ્યા નો સમય હોવા છતાં તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં માત્ર એક જ કર્મચારી હાજર જોવા મળ્યા હતા જ્યારે શિક્ષણ કચેરીમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ની ખુરશી ઉપર બેસીને જાણે પોતે જ પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ હોય તેવી રીતે એક કારકુન ઓફિસનું કામ કરતો જોવા મળ્યો હતો.
જ્યારે તાલુકા પંચાયતની ઉપરની નરેગા સહિતની અન્ય કચેરીઓમાં પણ કર્મચારીઓ મોડા આવવું અને વહેલું ઓફિસ છોડીને જતા રહેવું તેઓ જાણે નિત્યક્રમ બની ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે અરજદારો પોતાના કામ માટે તાલુકા પંચાયત ખાતે આવતા હોય છે ત્યારે તાલુકા પંચાયતના જે તે ટેબલના કર્મચારીઓ હાજર જોવા ન મળતા અરજદારને ધરમ ધક્કા ખાવા પડે છે ખુદ તાલુકા વિકાસ અધિકારી સોમવારે બપોરે 12 વાગ્યા સુધી પોતાની ઓફિસમાં જોવા મળ્યા ન હતા એના ઉપરથી સ્પષ્ટ થાય છે કે તાલુકા પંચાયતમાં લીલીયા વાડી ચાલી રહી છે