મારો અવાજ,
ચાણસ્મા તાલુકાના પીંપલ ગામે રવિવારની મોડી રાતે થી સોમવારે વહેલી સવાર સુધીમાં સાત મકાનના તાળા તોડીને ચોરીનો અંજામ આપવાનો પ્રયાસ થયો જેની જાણ સવારે ગામ લોકોને થતા પીમ્પલ ગામમાં છન્નાટો છવાઈ ગયો હતો સાત મકાનો પૈકી એક મકાન માલિક નીચે સુતા હતા અને મેળાની ઉપરની રૂમમાં તાળું તોડી ચોરી કરવાનો પ્રયાસ થયો છે જ્યારે અન્ય છ મકાનો બંધ હોવાથી તાળા તોડીને તસ્કરે હાથ અજમ આવ્યો હતો સાત ઘરમાંથી કેટલી મકાની ચોરી થઈ છે તે હાલ સ્પષ્ટ કહી શકાય તેમ નથી ઘટનાનો ભોગ બનેલા છ મકાનોના માલિક બહારગામ રહેતા હોવાથી આવ્યા પછી કેટલી ચોરી થઈ હશે તેનો તાગ મેળવી શકાય કેમ ટોળે વળેલા લોકોએ જણાવ્યું હતું જ્યારે અન્ય એક મકાન માલિક પટેલ રમેશભાઈ જોઈતારામ નિવૃત્ત શિક્ષક જેઓ નીચેના મકાનમાં પોતાના પરિવાર સાથે સુતા હતા જ્યારે મેડા ઉપર ના રૂમમાં તાળું તોડીને અંદરના કબાટ માં રહેલો સામાન દાગીનાના બોક્સ શહીદ અન્ય ચીજ વસ્તુઓ વેરવિખેર પડી હતી. પરંતુ કેટલી ચોરી થઈ હશે બોક્સમાં દાગીના હતા કે કેમ તે પોતાની પુત્ર વધુને પૂછ્યા પછી સાચી જાણકારી મળી શકે તેમ ઘટનાની ભોગ બનેલા રમેશભાઈ પટેલે જણાવ્યું હતું આ સમાચારો લખાય છે ત્યાં સુધી ચોરીની ઘટનાની પોલીસને જાણ કરાવી નથી કે કોઈ પણ ફરિયાદ કરાઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે
પોલીસ પેટ્રોલિંગ ગ્રામીણ વિસ્તારમાં વધારે તેવી લોકમાર્ગ પિમ્પલના ગામ લોકોએ કરી
ઠંડી વધતા જ નિશાચરો સક્રિય બની જાય છે અને પોતાનો ઈરાદો પાર પાડવામાં સફળ બની જતા હોય છે પીંપળ ગામમાં એકી સાથે સાત મકાનોના તાળા તૂટતા ચોરીનો પ્રયાસ થતા પિમ્પલ ગામમાં સન્નાટો સવાઈ ગયો છે પીમ્પલ ના પૂર્વ સરપંચ કિર્તીભાઈ પટેલે જણાવ્યું હતું કે પોલીસ દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં રાત્રે પેટ્રોલિંગ કરવામાં આવે અથવા હોમગાર્ડ ના જવાનોને મૂકવામાં આવે તેવી માંગ કરી હતી તો ગામના હર્ષદભાઈ દવે જણાવ્યું હતું કે જો આજે ગામમાં સીસી કેમેરા નાખવામાં આવ્યા હોત તો તસ્કરો પકડાઈ જવા પામ્યા હોત માટે ગામમાં સીસી કેમેરા નાખવામાં આવે તેવી પણ એક માંગ કરી…
એક મકાનની આગળ તસ્કરોએ બે ધોકા મુકેલા જોવા મળ્યા અને એક હાથબત્તી પડેલી જોવા મળી
પીમ્પલ ગામે સાત મકાનો ના તાળા તોડી ચોરી કરવાનો પ્રયાસ તસ્કરો દ્વારા કરાયો છે ખાસ કરીને ગામના પાછળના ભાગે ત્રણ મકાનો ને તસ્કરોએ નિશાન બનાવ્યા છે જ્યારે એક ગામની અંદરની બાજુ એક બ્રાહ્મણના ઘર આગળ બારી તોડવાનો પ્રયાસ કરેલો છે જે મકાનની આગળ બે ધોકા અને એક હાથબત્તી તસ્કરો મૂકીને પલાયન થઈ ગયા હોવાનું જોવા મળ્યું છે
પીઆઇ શું કહે છે
ચાણસ્મા તાલુકાના પીંપલ ગામે બનેલી ચોરીની ઘટના અંગે પૂછતા પીઆઇ આર એમ વસાવા એ જણાવ્યું હતું પીંપલ ગામે બનેલી ચોરીની ઘટના અંગે હજી સુધી અમારી પાસે કોઈ રજૂઆત કે જાણકારી આવી નથી છતાં પીપલ ગામે જઈને ચોરી થયા અંગેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું