મારો અવાજ,
વિજાપુરમાં વકરતી જતી ટ્રાફિક સમસ્યા. વીજાપુરમાં ચક્કરથી ખત્રી કુવા અને ખત્રી કુવાથી ચક્ર સુધીના વિસ્તારમાં આડેધડ રીક્ષાઓ તથા લારીઓ ઉભી રાખતા ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ગાડીઓના પાર્કિંગ થતા દુકાનો આગળ આવતી જતી એસટીઓને બહુ જ હાલાકી વેઠવી પડે છે. ચક્કરથી સ્ટેશન જતા રોડ ઉપર શાકભાજીની લારીવાળા રસ્તા પર લારીઓ ઊભી રાખીને એસ.ટી.ના કર્મચારીઓને સાથે દાદાગીરી કરતા હોય છે. આ બાબતે વારંવાર વિજાપુર પોલીસને લેખિત તથા મૌખિક પર જાણ કરવા છતાં પણ વિજાપુરની ટ્રાફિક સમસ્યાનો કોઈ નિકાલ આવતો નથી.
શું આ બાબતે પોલીસ નિષ્ક્રિય છે કે પછી પોઇન્ટ ઉપર ઉભા રહેતા જવાનો દ્વારા કોઈ વ્યવહાર લેવામાં આવે છે? એવી લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. જો આ બાબતે પોલીસ તંત્ર સજાગ નહીં થાય તો વિજાપુરમાં ટ્રાફિક સમસ્યાનો નિવારણ લાવવું બહુ મુશ્કેલ બનશે.
અહેવાલ-અલ્તાફ પઠાણ
વિજાપુર