ભુજ તાલુકા ના મેઘપર ગામ ના શ્રી ખીમરાજ દાદા મતિયા (ગેબી વંશ) દેવ થઇ ગયા, ત્યારે નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ ની જે નખત્રાણા તાલુકા સમાજ ની જગ્યા આરક્ષિત કરેલ છે એ જગ્યાએ સમાજવાડી એ એમના દેહ ની દફનવિધિ થાય અને નખત્રાણા સમાજ ને એમની સેવા નો અવસર મળે એ અંગે સર્વે સમાજ ને સાથે રાખી આ ભવ્ય કાર્યક્રમ ગોઠવવા મા આવ્યો.
સમાજ બહુ સંખ્યા મા સમાજ એકત્રિત રહ્યું એ બદલ સમાજ ના આભારી છીએ સાથે મેઘપર સમગ્ર સમાજ ના આભારી છીએ અને ખીમરાજ ડાડા ના પરિવાર ના પણ એટલા જ આભારી છીએ કે અમારી આ વાત ને ઝીલી લીધી અને સમાજ નું માન જાળવ્યું, ઉત્સાહ થી ઉમઁગભેર સામૈયો કાઢવા મા આવ્યો.
ખુબ જ સારી રીતે આ કાર્ય સંપન્ન કરવા મા આવ્યું એ બદલ સર્વે ભાઈઓ, મિત્રો, માતાઓ, બહેનો, વડીલો, આગેવાનો નું હૃદયપૂર્વક આભાર… સાથે નખત્રાણા મહેશ્વરી સમાજ ના 30 ગામો ના પ્રમુખ આગેવાનો અને નખત્રાણા તાલુકા સિમતી નો ખુબ ખુબ આભાર…
નરેશભાઈ મહેશ્વરી,
કાર્યકારી પ્રમુખ, અખિલ કચ્છ મહેશ્વરી સમાજ.
હિતેશ મહેશ્વરી,
પ્રમુખ,શ્રી નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ.
અહેવાલ રમેશ મહેશ્વરી
ગામ નિરોણા તાલુકો નખત્રાણા