મારો અવાજ,
લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે, એવો જ ધંધો ગેર કાયદે ડબ્બા ટ્રેડિંગ કરનાર ધુતારા કરે છે..
ઊંઝા ના રણછોડપુરા ગામમાં શેર ની ગેરકાયદે ટિપ્સ આપવાનું રેકેટ પકડાયું
ગામની સીમમાં આવેલા બોર ઉપર ચાલતું હતું આ રેકેટ
સ્ટોક એક્સચેન્જ ના કોઈ પણ જાત ના લાઇસન્સ વગર થતું હતું ડબ્બા ટ્રેડિંગ
ડબ્બા ટ્રેડિંગ ની સાથે સાથે અન્ય લોકો ને શેર ખરીદવા માટે અપાતી હતી ટિપ્સ
પોલીસે રેડ કરી 1.76 લાખ નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી..
ડેટા આપનાર અને કોલ કરનાર સહિત કુલ 3 સામે ફરિયાદ
રેડ દરમિયાન બોર માલિક અને ડબ્બા ટ્રેડિંગ કરનાર નિકુલજી નામના શખ્સ ની અટકાયત…
નિકુલજી રમેશજી, અજય અરવિંદજી,સુરજજી સિધ્ધરાજજી,ગુલાબજી રમેશજી,
વિક્રમજી અજમલજી અને રોહિત. નામના વ્યક્તિઓ ડબ્બા ટ્રેડિંગ નો ધંધો કરી ગ્રાહકો તથા સરકારશ્રી સાથે ગેરકાયદેસરથી સોદાના હિસાબો રાખી સેબીના નિયમોનું ઉલ્લંઘન કરી પોતે તથા પોતાના માણસો બેસાડી ગેરકાયદેસર ડબ્બા ટ્રેડીંગનો ધંધો કરાવતા હતા. પોલીસે રેડ કરતા 1, 76, 610/-મુદ્દામાલ ઝડપી પાડ્યા હતો. નાસી જનાર ગુલાબજી રમેશજી, વિક્રમજી અજમલજી, માવો તેમજ ડેટા પ્રાવાઈડ કરનાર રોહિત જેના પુરાવા નામ સરનામાં મળી આવેલ હોઈ તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે..