મારો અવાજ,
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની તબિયત લથડી છે, તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં હીરાબાએ પોતાનો 100મો જન્મદિવસ ઉજવ્યો હતો.
ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મોટા ભાઈ પ્રહ્લાદ મોદીના પરિવારને પણ અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના મૈસૂર તાલુકાના કડાકોલા પાસે બની હોવાના અહેવાલ છે, બેંગલોરથી બાંદીપુર તરફ જતા મર્સિડિઝ બેંઝ ગાડીમાં બેઠેલા પ્રહ્લાદ મોદી, પુત્ર મેહુલ મોદી, પુત્રવધુ જિનલ મોદી, પૌત્ર મહાર્થ તથા ડ્રાઈવરને ઈજા પહોચી છે. આ બાદ તેમને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પીટલે લઇ જવાય હતા.