મારો અવાજ,
મહેસાણા જીલ્લામાં પાણી પુરવઠા મંત્રીએ અચાનક મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. મંત્રી દ્વારા જીલ્લામાં આવેલી પુરવઠા ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી.
મહેસાણા જીલ્લામાં પાણી પુરવઠા મંત્રીએ અચાનક મુલાકાત લેતા અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી હતી. ત્યારે મંત્રી દ્વારા જીલ્લામાં આવેલી પુરવઠા ગોડાઉનની ઓચિંતી મુલાકાત લીધી હતી. તેમજ અનાજ વિતરણ વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી
રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ઓંચિતી મહેસાણા જીલ્લાની મુલાકાતે પહોચ્યા હતા. ત્યારે તેઓએ સસ્તા અનાજનું ગોડાઉન તેમજ ચેક ડેમની મુલાકાત લીધી હતી. કુંવરજી બાવળિયાએ વિજાપુર તાલુકાના પુરવઠા ગોડાઉનની મુલાકાત લીધી હતી. તેમજ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થાની માહિતી મેળવી હતી. ત્યારે અચાનક સાંજના સમયે મંત્રી મહેસાણા જીલ્લાની મુલાકાત લેતા અધિકારીઓ દોડતા થઈ જવા પામ્યા હતા