મારો અવાજ,
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ 81.3 કરોડ લોકોને ફ્રી અનાજ વિતરણના સમયને વધુ એક વર્ષ માટે વધારી દીધો છે. કેન્દ્રીય મંત્રી પીષુષ ગોયલે કહ્યુ કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ હેઠળ ગરીબોને ફ્રી રાશન આપવા પર આશરે બે લાખ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે, જેનો ભાર કેન્દ્ર સરકાર ઉઠાવશે. શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી મંત્રીમંડળની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે