સીબીએસઈએ ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરી દીધુ છે. સીબીએસઈ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચ 2023 અને 12ની પરીક્ષા 5 એપ્રિલ 2023ના પૂર્ણ થશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સવારે 10.30 કલાકે શરૂ થશે અને બપોરે 1.30 કલાકે પૂરી થશે. પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે. વિદ્યાર્થીઓ cbse.gov.in પર જઈને પરીક્ષાનું ટાઇમ ટેબલ ચેક કરી શકે છે.
સીબીએસઈ ધોરણ 10ની પરીક્ષાનું ટાઇમ ટેબલ
અંગ્રેજી- 27 ફેબ્રુઆરી 2023
વિજ્ઞાન- 4 માર્ચ 2023
સોશિયલ સાયન્સ- 15 માર્ચ 2023
હિન્દી- એ/બી- 17 માર્ચ 2023
ગણિત બેસિક/ સ્ટાન્ડર્ડ- 21 માર્ચ 2023
સીબીએસઈએ કહ્યું કે, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પ્રશ્ન પત્ર વાંચવા માટે 15 મિનિટનો સમય મળશે.