વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાશ્રી હીરા બા નું 100 વર્ષની વયે નિધન થયુ છે. જેને લઈને આજે વડનગરમાં બંધ પાળવામાં આવ્યો છે. હીરા બા નું વતન વડનગર હોવાના નાતે તેમના નિધનને લઈને વડનગરમાં ત્રણ દિવસ બંધની જાહેરાત કરવામાં આવી. વડનગર હીરા બાએ અમદાવાદ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં શુક્રવારે સવારે 3:30 કલાકે અંતિમ શ્વાસ લીધા. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડીઓલોજી એન્ડ રિસર્ચ સેન્ટરે અખબારી યાદીમાં આ જાણકારી આપી હતી.
હીરા બા ના અવસાનને લઈને નરેન્દ્રભાઈ મોદી આજે વહેલી સવારે તેમના ભાઈ પંકજ ભાઈના ઘરે પહોચી ગયા હતા. ત્યાર બાદ તેમને અંતિમ સંસ્કાર માટે લઇ જવાયા હતા. તેમના અંતિમ સંસ્કાર સેક્ટર 30 સ્મશાનમાં કરવામાં આવ્યા.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.