સમીની પ્રેમચંદભાઈ રા પરમાર હાઇસ્કુલ (જય ભારત) અને મોડર્ન સ્કૂલ સમી વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બંને શાળાના શિક્ષક અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ ટુર્નાેમેન્ટનો હેતુ બંને શાળાના વિદ્યાર્થીઓ એક બીજાનો પરિચય કેળવે,ક્રિકેટને જાણે,સમજે તથા વઢિયાર પંથકમાંથી સારા ખેલાડી પસંદ થાય તે રહેલો હતો.
આ ક્રિકેટ ટુર્નામેન્ટ ૧૨ ઓવરની રાખવામાં આવી હતી જેમાં પી.આર પરમાર હાઇસ્કૂલે ૧૦૬ રન કર્યા હતા અને સામેની હરીફ ટીમે ૧૦૭ રન કરીને વિજય મેળવ્યો હતો. ક્રિકેટ મેચમાં મેન ઓફ ધ મેચ ભાવેશભાઈ સોલંકી રહ્યા હતા..બંને શાળાના આચાર્ય શ્રી સંજયભાઈ પટેલ અને સુરેશભાઈ દવે તથા શિક્ષક શ્રી સંજયભાઈ ઠાકોર, અશ્વિનભાઈ કડિયા અને સહદેવસિંહ સોલંકી વિજેતા ટીમને ઈનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા.. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોર્ડન સ્કૂલના આચાર્ય શ્રી સુરેશભાઈ દવે ભારે જહેમત ઉઠાવી હતી.