મહેસાણા જિલ્લાના ઊંજા તાલુકાના પળી ગામમાં દલિત યુવાન ઉપર હુમલાના સંદર્ભે આજે મહેસાણા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મહેસાણા કલેકટરને આવેદન આપ્યું હતું..
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી કે…
આ બનાવ સંદર્ભે ઉનાવા પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે.
ભોગ બનનાર પરિવાર હાલ ભયના માહોલ હેઠળ હોય અને માત્ર તેઓને જી.આર..ડી.નું રક્ષણ આપેલ હોય તત્કાળ 24 કલાક પોલીસ રક્ષણ આપવા આપવામાં આવે.
એટ્રોસિટી એક્ટ કાયદાના નિયમો મુજબ 60 દિવસની અંદર ચાર્જસીટ કરવામાં આવે.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના મલેકપુર ગામે પણ અનુ.જાતિના નાગરિકો ઉપર થયેલ અત્યાચારના સંદર્ભે થયેલી ફરિયાદમાં આરોપીયોની ધરપકડ કરવામાં આવે.
એટ્રોસિટીના કેસોમાં આરોપીની ઝડપથી પોલીસ ધરપકડ કરતી નથી જેથી આરોપીઓ હાઈકૌર્ટમાં જઈને સ્ટે લઈ આવે છે આવી કાર્યવાહીમાં ખુદ પોલીસ રસ લઈને આરોપીઓની મદદ કરે છે જેમાં સખત પગલાં ભરવામાં આવે.
એટ્રોસિટી કાયદાના નિયમો મુજબ દર ત્રણ માસે કલેકટર શ્રી ના અધ્યક્ષ સ્થાને કાયદાના અમલીકરણ માટે અને અત્યાચારની સમીક્ષા માટે મિટિંગ કરવાની જોગવાઈ છે જે મિટિંગ મહેસાણા ખાતે સમયસર યોજાતી નથી જેથી તત્કાળ આ મિટિંગ યોજી તમામ કેસોની સમીક્ષા કરી જે કેસોમાં ચાર્જસિટી બાકી હોય તે તમામ કેસોમાં ઝડપથી ચાર્જસિટી કરવા માટે અને જે કેસોમાં હાઈકૌર્ટ સ્ટે ચાલતો તેમાં કાયદા વિભાગ સાથે પરામર્શ કરી ઝડપથી કાર્યવાહી પૂર્ણ કરવામાં આવે.
એડવોકેટ કૌશિક પરમાર
મો.9913423828