હજુ તો લોકોના સૌથી માનીતા તહેવાર ઉત્તરાયણને લગભગ 23 દિવસની વાર છે તે પહેલાં ગાંધીનગરમાં ચાઇનીઝ દોરાએ એક યુવાનનો ભોગ લીધો છે. પિતા- પુત્ર બાઇક પર રાજસ્થાનથી અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ગાંધીનગર પાસે ચાઇનીઝ દોરો ગળામાં આવી જતા પિતા-પુત્રને અકસ્માત નડ્યો હતો જેમાં યુવાન પુત્રનું મોત થયું છે. નજર સામે જ પુત્રનું મોત થતાય પિતા હેબતાઇ ગયા હતા.જયારે ઉત્તરાયણનો તહેવાર આવે ત્યારેજ ચાઇનીઝ દોરા સામે રોકકડ શરૂ થાય છે અને પ્રતિબંધ મુકવાની માંગ થાય છે. સરકારે ચાઇનીઝ દોરા પર પ્રતિબંધ મુકેલો જ છે છતા હજુ પણ ચાઇનીઝ દોરાનું વેચાણ થાય જ છે અને નિદોર્ષ લોકો મોતને હવાલે થાય છે. સવાલ એ છે કે પ્રતિબંધ હોવા છતા ચાઇનીઝ માંજાનું વેચાણ થાય છે કેવી રીતે?
એક પિતા- પુત્ર રાજસ્થાનથી બાઇક પર અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે ગાંધીનગરના છાલા પાસે યુવકના ગળામાં ચાઇનીઝ દોરો ભેરવાઇ ગયો હતો અને યુવકને ગળાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. પિતાની નજર સામેજ યુવાન પુત્રએ દમ તોડી દીધો હતો. ચાઇનીઝ દોરાને કારણે મોત થયું હોય તેવો આ પહેલો બનાવ નથી, પરંતુ સવાલ એ છે કે સરકાર, પોલીસની લાપરવાહીને કારણે નિર્દોષ લોકોએ શામાટે જીવ ગુમવવા પડે? મોતની દોરી વેચનારાને પકડવામાં પોલીસના હાથ કેમ ધ્રુજે છે? કે પછી ચાઇનીઝ દોરી વેચનારા વેપારીઓને પોલીસનો કોઇ ડર જ નથી?
ખેર, નિદોર્ષ માણસોના મોત થાય ત્યારે સવાલો તો ઉઠવાના જ છે, પરંતુ એ પણ કડવી વાસ્તવિકતા છે કે એક પિતાએ પોતાનો જુવાનજોધ દિકરો ગુમાવી દીધો છે
તાજેતરની એક ઉંઝાની ઘટના પણ તમને યાદ અપાવી દઇએ. ઉંઝામાં એક્ટીવા પર જઇ રહેલા એક યુવાનના ગળામાં ચાઇનીઝ દોરો ભેરવાયો હતો જેને કારણે એ યુવાનને ગળામાં 40 ટાંકા આવ્યા હતા. જો કે સમયસર સારવાર મળી જતા યુવાનનો જીવ બચી ગયો હતો.
સુરતમાં પતંગની દોરીના કારણે એક વાહનચાલકને ગંભીર અકસ્માત નડ્યો હોવાનો બનાવ બન્યો છે. સુરતમાં રસ્તા પરથી પસાર થઇ રહેલા એડવોકેટને પતંગની દોરીના લીધે અકસ્મતા નડ્યો છે.જેમાં દોરીથી તેમનું ગળું કપાઇ જતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.