ગુજરાતમાં હવે ખાનગી શાળાઓના બદલે ધીરે-ધીરે સરકારી શાળાઓમાં બાળકોને ભણાવવાનો ક્રેઝ વધતો જઇ રહ્યો છે. તાજેતરમાં જ લોકસભામાં કેન્દ્ર સરકારે રજૂ કરેલા આંકડાઓ મુજબ, છેલ્લાં ત્રણ વર્ષમાં ખાનગી શાળાઓમાં બાળકોના પ્રવેશમાં ઘટાડો થયો છે જ્યારે સરકારી શાળાઓમાં એનરોલમેન્ટમાં વધારો દેખાયો છે.
છેલ્લાં 4 વર્ષમાં 453 નવી સરકારી શાળાઓ ખુલી
ગુજરાતમાં છેલ્લાં 4 વર્ષમાં 453 નવી સરકારી શાળાઓ ખુલી છે. રાજ્યમાં 3 વર્ષની અંદર ખાનગી શાળામાં પ્રવેશ 5 લાખ ઘટ્યો છે. જ્યારે સરકારી શાળાઓમાં 3 લાખ વિધાર્થીઓનો વધારો થયો છે. રાજ્યમાં સરકારી શાળાઓમાં હાલમાં 14,767 શિક્ષકોની જગ્યા ખાલી છે.
વધુમાં જણાવી દઇએ કે, 2019-20માં 47 લાખ ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટ થયું છે. જેની સામે 2021-22માં 41.55 લાખ ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટ થયું હતું. 3 વર્ષમાં ખાનગી શાળાઓમાં એનરોલમેન્ટમાં 5.50 લાખ બાળકોનો ઘટાડો નોંધાયો છે. જેની સામે સરકારી શાળાઓમાં છેલ્લાં 3 વર્ષમાં ત્રણ લાખનો વધારો થયો છે.
છેલ્લા 4 વર્ષમાં દેશમાં કુલ 7600 નવી સરકારી શાળાઓ ખુલી
2021-22માં માત્ર 42 જ નવી શાળાઓ ખોલવામાં આવી છે. છેલ્લા 4 વર્ષમાં દેશમાં કુલ 7600 નવી સરકારી શાળાઓ ખુલી છે જેમાં બિહારમાં 2827 શાળાઓ નવી ખુલી છે.