મહારેલી બાદ આવેદન:ગિરિરાજ પર દાદા ચાલશે, દાદાગીરી નહીં: જૈન્નાચાર્ય મહાબોધીસુરીજી; આ રેલી જૈન સમાજનું ડિફેન્સ બજેટ, આક્રોશ આક્રમણમાં બદલાશે- જૈન્નાચાર્ય રત્નસુંદરજી.
શત્રુંજય મહાતીર્થ બચાવવા કલેક્ટર ઓફિસ પાસે સ્ટેજ પર જૈન મુનિઓ બેઠા, હજારો જૈનો જોડાયા
જૈન મુનિનો હુંકાર- સરકાર 3 દિવસમાં આગળ આવે અને ચોક્કસ પરિણામ આપે
ગિરિરાજનો કણ કણ અમારા માટે ભગવાન, ન્યાય નહીં મળે તો આટલા લોકોનું બલિદાન હશે- જયરત્નસુરી
અમદાવાદમાં શત્રુંજય મહાતીર્થ બચાવવા જૈન સમાજની રેલી યોજાઈ છે. પાલડી ચાર રસ્તાથી રેલી શરૂ થઈ હતી. સમાજના હજારો લોકો રેલીમાં બેનર સાથે જોડાયા હતા. જૈન સમાજના સંતો પણ રેલીમાં જોડાયા છે. ભીષ્મ તપસ્વી પણ રેલીમાં જોડાયા છે. પાલડી ચાર રસ્તાથી ઇન્કમટેક્ષથી વાડજ થઈ RTO ખાતે રેલી પહોંચી હતી. રેલી દરમિયાન લોકો સૂત્રોચ્ચાર કર્યા હતા. 3 કિમી કરતાં લાંબી રેલી યોજાઈ હતી. જેમાં 15 હજાર કરતાં વધુ લોકો જોડાયા હતા. રેલી આશ્રમ રોડ પહોંચી ત્યારે રેલીના કારણે એક તરફનો 3 કિમી સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. કલેક્ટર ઓફિસ પાસે બનાવેલા સ્ટેજ પર જૈન મુનિઓ બિરાજમાન થયા હતા, જ્યારે હજારો લોકોની ભીડ રસ્તા પર નારા લગાવી રહી હતી. જ્યાં સુધી નજર પડે ત્યાં સુધી રેલી દેખાઈ રહી હતી. મંચ પરથી મુનિઓની પોતાની માગ રાખી હતી.ત્યારબાદ આવેદન આપ્યું હતું.
અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં રેલી
સમગ્ર દેશમાં જૈન સમાજ રેલી યોજાઈ છે. શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ, સુરત, મુંબઈ, દિલ્હી સહિત દેશભરમાં મહારેલીનું આયોજન કરાયું છે. ગિરિરાજ પર બની રહેલાં ગેરકાયદેસર દબાણો અટકાવવા જૈન સમાજની માગ છે. બિહારના સમ્મેત શિખરની પવિત્રતા સુનિશ્ચિત કરવાનો આ મહારેલીનો હેતુ છે. અમદાવાદમાં પણ પાલડીથી આરટીઓ સુધી રેલી યોજાઈ હતી, જેમાં હજારો લોકો જોડાયા હતા
જૈન્નાચાર્ય જયરત્નસુરીજીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ગિરિરાજનો એક એક કણ અમારા માટે પથ્થર નથી ભગવાન છે. જૈન સમાજ પહેલી વાર માગ લઈને આવ્યો છે. ન્યાય નહીં મળે તો આ રેલી નહીં આટલા લોકોનું બલિદાન હશે.