આજ રોજ તારીખ 1 1 2023 ના દિવસે બાર વાગ્યાના સુમારે ચાણસ્મા ખાતે આવેલ શારદાબા હોલમાં ઉમિયા માતાજી સંસ્થા ઊંઝા અંતર્ગત મહિલા સંગઠન ના હોદ્દેદારોને ચાણસ્મા શહેર તથા ચાણસ્મા તાલુકાના નિમણૂક પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો
જેમાં મુખ્ય મહેમાન તરીકે જાગૃતીબેન પટેલ, ઉર્મિલાબેન પટેલ, નીતાબેન પટેલ ઉમિયા માતાજી સંસ્થાન તરફથી ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ચાણસ્માના નગરપાલિકાના પ્રમુખ વિષ્ણુભાઈ પટેલ ,લાલજી દાસ લક્ષ્મીદાસ પટેલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉમેશભાઈ પટેલ તથા નિલેશભાઈ પટેલ ગામના આગેવાન ચંદ્રકાંતભાઈ પટેલ ,ભરતભાઈ પટેલ દિલીપભાઈ પટેલ, બચુભાઈ પટેલ,લાલાભાઇ પટેલ હાજર રહ્યા હતા.
ચાણસ્મા તાલુકા ની મહિલા સંગઠનની ટીમમાં રમીલાબેન પટેલ શોભનાબેન પટેલ ,મીરાબેન પટેલ, રીંકલબેન પટેલ ,સોનલબેન પટેલ હાજર રહ્યા હતા તથા ચાણસ્મા તાલુકાના ગામેગામ થી આવેલી મહિલા સંગઠનની બહેનો હાજર રહી હતી ચાણસ્મા શહેરના અને ચાણસ્મા શહેરને સમગ્ર ભારતમાં નામ આપવામાં અગ્રીમ એવા પટેલ રમીલાબેન મૂળચંદભાઈ ને અખિલ ભારતીય કૃમિ પાટીદાર મહાસભાના પાટણ જિલ્લાના પ્રમુખ તરીકે વરણી થઈ હતી તે જાણીને સમગ્ર બહેનોએ તાળીઓના ગડગડાટ થી વધાવી દીધા હતા.
જાગૃતીબેન એ જણાવ્યું હતું કે આપણે બધા ખેતી પ્રધાન દેશના નાગરિકો છીએ અને આપણે માટી સાથે બંધાયેલા છે અને આપણા સમાજે ખેતી તો કરવાની ને કરવાની જ છે
સાથે સાથે આપણા બાળકોને સારું જ્ઞાન આપીને આપણે આગળ વધારવાના છે
જાગૃતીબેન ને જણાવ્યું હતું કે હું આ બધી માતા બહેનોની માં ઉમિયા ની આજ્ઞા પ્રમાણે સેવા કરવા નીકળી છું અને એક ખાસ વાત કહું છું
“હું મારા પતિની રજા સિવાય ઘરની બહાર નીકળીતી નથી”
તમે બધા સમય કાઢીને માં ઉમિયા નું કાર્યકરો અને દરેકને હું કહું છું કે આપણા સમાજમાં દરેકના ઘરે અને ઓફિસે મા ઉમિયા નો ફોટો જરૂર રાખો અને રખાવો..
ગામમાં પણ ઉમિયા માતાનો ફોટો ફરજિયાત એક જગ્યાએ મુકાવો અને દર્શન કરવા ફરજિયાત જવાનું રાખો હાલમાં સમાજની અંદર ઘણી બધી ખોટી રીતે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેને પણ આપણે દૂર કરવાની છે આપણા બાળકોને સારા સંસ્કાર આપવાના છે અને આપણે આપણા બાળકોમાં આપણા સમાજમાં જ લગ્ન કરવાની ભાવના ઉત્પન્ન થાય તેવા સંસ્કાર આપીને એમના જીવનનું ઘડતર કરવાનું છે
આજના તમામ કાર્યક્રમના દાતા તરીકે પટેલ નિલેશભાઈ ઉર્ફે બકાભાઇ એ તમામ ખર્ચ આપ્યો હતો અને સંપૂર્ણ સંચાલન અને સુચારું વ્યવસ્થા ચાણસ્માના રમીલાબેન તથા ગર્લ્સ હાઇસ્કુલના પૂર્વ આચાર્ય બેન કુમારી શોભના બેને કરી હતી આ તમામ કાર્ય ની અંદર ચાણસ્મા ખાતેના મહિલા સંગઠને ભારે જમાત ઉઠાવી હતી અને સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો