વડનગર તાલુકાના કરબટિયામાં ચાઈનીઝ દોરી ઝડપાઇ. વડનગર પંથક અને આજુબાજુના ગામડાઓમાં લાખો રૂપિયાની ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે. ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ તેનું વેચાણ થઇ રહ્યું છે.. તેના માટે જવાબદાર કોણ? વડનગર પંથકમાં પોલીસ પેટ્રોલીગ પર હતી ત્યારે બાતમી આધારે પોલીસે કરબટિયા ગામે પ્રાથમિક શાળા પાસે ચાઇનીઝ દોરીનો વેપાર કરતા મુકેશભાઈ પુરષોતમભાઈ પટેલને ઝડપી 39 રીલ કબ્જે કરી વધુ તપાસ આદરી હતી.
જિલ્લામાં ઉતરાયણ અગાઉ ઠેરઠેર ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ હાલમાં પોલીસના હાથે ઝડપાઇ રહ્યા છે. ત્યારે પોલીસ આવા વેપારીઓને ઝડપવા ખાનગી વાહનોમાં પેટ્રોલીગ પર હતી. ત્યારે બાતમી મળી હતી કે પ્રાથમિક શાળા પાસે એક ઈસમ ચાઇનીઝ દોરીનો વેપાર કરે છે. બાતમી આધારે પોલીસે રેડ કરી પટેલ મુકેશભાઈ પરસોત્તમભાઈ નામના ઈસમને ઝડપી લીધો હતો. તપાસ દરમિયાન ઈસમ પાસે રહેલ પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા ચાઇનીઝ દોરીના 39 રીલ પોલીસે કબ્જે કરી કુલ 3900 નો મુદ્દામાલ ઝડપી વડનગર પોલીસે વધુ તપાસ આદરી છે. ખાનગીસૂત્રોના જણાવ્યાનુસાર વડનગર પંથક અને આજુબાજુના ગામડાઓમાં લાખો રૂપિયાની ચાઈનીઝ દોરી વેચાઈ રહી છે.. પોલીસ દ્વારા ચોક્કસ તપાસ કરવામાં આવે તો 39 રીલ નહીં પરંતુ લાખોનો માલ પકડાઈ શકે છે..