ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ:મહેસાણાના ગોઝારિયામાં આવેલા યુવકના સંપર્ક
મહેસાણા જિલ્લામાં લાંબા સમયગાળા બાદ કોરોનાનો એક કેસ સામે આવ્યો છે. કોરોનો એક કેસ સામે આવતા જિલ્લા આરોગ્ય તંત્ર હાલમાં હરકતમાં આવ્યું છે. ત્યારે આજે મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારિયા ગામમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગે જરૂરી કામગીરી શરૂ કરી છે. તેમજ પરિવારના સેમ્પલ લઈ લેબમાં મોકલી આપ્યા છે
મહેસાણા જિલ્લામાં લાંબા સમયગાળા બાદ કોરોનનો એક કેસ સામે આવ્યો છે.મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લામાં લેવામાં આવેલા 1074 સેમ્પલમાંથી એક કેસ પોઝિટિવ આવતા જિલ્લા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. ત્યારે પોઝિટિવ દર્દીને હોમ આઇસોલેટ કરી દેવાયો છે.
ઓસ્ટ્રેલિયાથી આવેલા યુવકનો કોરોના પોઝિટિવ
મહેસાણા જિલ્લામાં આવેલા ગોઝારિયા ગામમાં ઓસ્ટ્રેલિયાથી આવેલા 36 વર્ષીય યુવકનો કોરોના પોઝિટિવ આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે યુવક એરપોર્ટ પર આવ્યો ત્યારે રેન્ડમ સેમ્પલીગ કરવામાં આવ્યું હતું. જેમાં યુવક પોઝિટિવ આવ્યો હતો. બાદમાં યુવક પોતાના ગામ ગોઝારીયા ખાતે રાત્રે દર્શન કરવા આવ્યો હતો અને સવારે અમદાવાદ પરત ફર્યો હતો. યુવકનો કોરોના પોઝિટિવ આવતા જ મહેસાણા આરોગ્ય વિભાગે યુવકના પરિવારના 6 સભ્યના સેમ્પલ લઇ લેબમાં મોકલી આપવામાં આવ્યા છે. ત્યારે કોરોના પોઝિટિવ યુવક હાલ અમદાવાદ ખાતે હોમ આઇસોલેટ કરવામાં આવ્યો છે. તેમજ હાલમાં કોઈ જાતની તકલીફ ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે પરિવાર ના 6 સભ્યના સેમ્પલના રિપોર્ટ આવતીકાલે જાહેર થશે ત્યારે હાલમાં મહેસાણા જિલ્લામાં કોરોના એ પગ પસેરો કરતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.