ચાણસ્મા સીટી સર્વે ઓફિસર દ્વારા પ્રજાને કરવામાં આવતી હેરાનગતિ.
કલેકટર સાહેબના હુકમનો પણ અનાદર કરવામાં આવે છે.
ચાણસ્મા ખાતે આવેલ ઇન્દિરા નગરમાં પ્રજાને પ્રોપર્ટીની નકલો લેવામાં સીટી સર્વે સુપ્રીડેન્ટ દ્વારા ધક્કા ખવડાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમારી પાસે કોઈ પણ જાતનું નકશાના નમુના નથી. પ્રોપર્ટી કાર્ડ પણ નથી વારંવાર રજૂઆતો કરવા છતાં આ બાબતે દરેક પ્રજા પરેશાન થઈ રહી છે. જેમાં ભાવસાર ઘનશ્યામભાઈ અંબાલાલ દ્વારા કલેક્ટર ઓફિસમાં આ બાબતની અરજી કરતાં મદદનીશ કલેકટર સચિન કુમાર આઈએએસની પાટણની કોર્ટમાં 1981માં બનેલા ચાણસ્મા ઇન્દિરા નગરને હજી સુધી સીટી સર્વે વિસ્તારમાં દાખલ કરવામાં આવ્યું નથી.
42 વર્ષ થયા છતાં આ બાબતે કોઈ પણ જાતનો ઉલ્લેખ મળતો નથી. તે માટે તાત્કાલિક હુકમ કરવામાં આવ્યો હતો કે પ્રજાનું કામ તાત્કાલિક કરવામાં આવે પરંતુ ચાણસ્માના સીટી સર્વે ઓફિસર એમ કહે છે કે નાયબ કલેકટર સાહેબ લખે એટલે તમારું કામ અમારે કરવું એવો તો લખે જાય કઈ થશે નહીં,જ્યાં જવું હોય ત્યાં જાવ અને મુખ્યમંત્રી સુધી જાવ અમો કલેકટરના હુકમનું પાલન કરવા માગતા નથી. જેથી આપ સાહેબ સદર ચાણસ્મા સીટી સર્વેના અધિકારીશ્રી ઉપર કાયદાકીય પગલાં લઈ અમારી અરજીની ધરતી કરવા મેં કરશો એવી લેખિત અરજી ઘનશ્યામભાઈ અંબાલાલ ભાવસારે નાયબ કલેક્ટર શ્રી અને પ્રાંત ઓફિસ અને સિટી સર્વે સુપ્રીટેન્ડેન્સ સિદ્ધપુરને મોકલી આપી છે. આજ ઓફિસમાં મિલકતના કાર્ડ કાઢવામાં પુસ્ત્મપત્રનો વ્યવહાર થાય તો તરત પ્રોપર્ટી કાર્ડ નીકળી જાય છે એવું પ્રજાના મુખે સાંભળવા મળી રહ્યું છે. અને ઘણીવાર ચાણસ્માના સીટી સર્વે સુપ્રીટેન ઓફિસર મિલકતમાંથી નામ કમી થયું હોય તો પણ મિલકત બીજાના નામે ચડાવી આપતા નથી અને એમ પણ કહે છે કે આમનું નામ કમી થયું છે પરંતુ એમને ફરીથી દાખલ કરી અને ફરીથી કમી કરાવો તો જ આ કામ થશે એવું પણ ઘણા લોકોના મુખે સાંભળવા મળ્યું છે.
જો સાહેબની ઓફિસમાં અરજીઓની તપાસ કરવામાં આવે તો ઘણી જ લોકોની અરજીઓ ટેબલની નીચે મૂકી દેવામાં આવી છે સાત સાત મહિના થયા પરંતુ કોઈની લીધેલી મિલકતોના દસ્તાવેજ પુરા થવા દેતા નથી. ગવર્મેન્ટ માન્ય ગેજેટેડ ઓફિસરની સહી સાથેના ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ મૂક્યા હોય તો પણ તે માન્ય રાખતા નથી અને કહે છે કે ઓરીજનલ ડોક્યુમેન્ટ જ ચાલશે સમગ્ર ભારતમાં ઓરીજનલ ડોક્યુમેન્ટ ની ડુપ્લીકેટ ઉપર ગવર્મેન્ટના ગેજેટેડ ઓફિસરની સહી કરેલી કોપી દરેક જગ્યાએ ચાલે છે ચાણસ્મામાં જ નથી ચાલતી આવું કેમ ? એવી લોકોમાં ચર્ચા ચાલે છે તો આ બાબતે ચાણસ્મા શહેર સીટી સર્વે સુપ્રિટેન્ડન્સ ના ઉપર કયા કારણોસર લોકોના કામ કર્યા નથી એની પૂરેપૂરી તપાસ કરવી એવી લોક માગણી ઉઠવા પામી છે