આજ રોજ તા.4/01/2023 ના રોજ ચાણસ્મા પ્રા.કુમાર શાળા નં -1 માં ફીટ ઇન્ડિયા વિક ઉજવણી અંતર્ગત રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમાં ધોરણ -1 થી 8 ના તમામ બાળકોએ ઉત્સાહથી ભાગ લીધો હતો.ધોરણ -1 અને 2 ના બાળકોએ નદી – કિનારાની રમત,ધોરણ – 3 અને 4 ના બાળકોએ સંગીત ખુરશી ની રમત, ધોરણ – 5 ના બાળકોએ સોય દોરો પરોવવાની રમત,ધોરણ – 6 થી 8 ના વધાર્થીઓએ રસ્સી ખેંચ ની રમત ,ખો – ખો ની રમત,ગોળા ફેંક તેમજ દોડ ની રમતમાં ભાગ લીધો.
આચાર્યશ્રી લક્ષ્મણભાઈ કે.પટેલ તથા હિતેશભાઇ એ.નાયી ,નીતાબેન વી.પટેલ, રમીલાબેન કે.યોગી , અંકિતાબેન એ.પ્રજાપતિ વગેરે શિક્ષકોએ બાળકોને રમતો રમાડી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. રીપોર્ટર – ચેતન શાહ
