સ્પે. એટ્રોસિટી કોર્ટનો મહત્વનો હુકમ
માનસિક ત્રાસ આપનારા વ્યાજખોરના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા. શહેરના વાસણા વિસ્તારમા માત્ર 50 હજાર જેટલાં ઉછીના પૈસા લેનાર યુવકને ભયંકર માનસિક ત્રાસ આપી આત્મહત્યા માટે દુષ્પ્રેરણના ચકચારભર્યા કેસમાં અત્રેના સ્પેશલ એટ્રોસિટી કોર્ટના જજ એમ. જે. ભટ્ટી એ આરોપી સિદ્ધરાજ ભરવાડના આગોતરા જામીન આકરા વલણ સાથે ફગાવી દીધા છે.
આરોપી વ્યાજખોર સિદ્ધરાજ ભરવાડની આગોતરા જામીન અરજીનો રાજ્યસરકાર તરફથી વિરોધ કરતા જણાવ્યું હતું કે ફરિયાદીના પતિએ આરોપી પાસેથી 50હજાર ઉછીના લીધા હતા. જેના વ્યાજ અને ઉઘરાણીને લઈને આરોપી તરફથી ફરિયાદીના પતિને અવારનવાર અસહ્ય માનસિક ત્રાસ અને દબાણ કરાતું હતું. જેનાથી તંગ આવીને ફરિયાદીના પતિએ 5/9/2022ના રોજ઼ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. વ્યાજખોરોના ત્રાસથી આત્મહત્યાના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આરોપીના જામીન કોર્ટે આકરા વલણ સાથે સમાજમા દાખલો બેસાડવા ફગાવી દેવા જોઈએ. વળી જો આરોપીના આગોતરા જામીન મંજુર કરવામાં આવે તો કેસના સાક્ષીઓ અને પુરાવા ઓ સાથે ચેડાં કરે તેવી પણ દહેશત છે. તેથી કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવી દેવા જોઈએ. સ્પે. એટ્રોસિટી કોર્ટે સરકાર પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી હતી.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.