મહેસાણા ખાણ ખનીજ વિભાગે રેતી ચોરી કરતા ઇસમો સામે લાલ આંખ કરી છે. ત્યારે ખાણ ખનીજ ભાગે વધુ ત્રણ ઓવરલોડિંગ ભરેલા ડમ્પરુંને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા જિલ્લામાં ખનન માફિયા બેફામ બન્યા છે ત્યારે તેની સામે ખાણ ખનીજ વિભાગે પણ ખનન માફિયાને ઝડપવા એક્શન મોડમાં છે. ત્યારે ખાણ ખનીજ વિભાગના ભુસ્તરશાસ્ત્રી મિત પરમાર અને તેઓની ખાણ ખનીજ વિભાગની ટીમ એ શહેરમાં ચેકિંગ હાથ કર્યું હતું.
ખાણ ખનીજ વિભાગે મહેસાણા શિવાલા બાયપાસ સર્કલ પાસે એક ઓવર લોડેડ રેતી ભરેલ ડમ્પર ઝડપ્યું, તેમજ દાસજ રોડ ઉપર અને મોઢેરા ચોકડી પરથી ઓવર લોડેડ રેતી ભરેલા ડમ્પર ઝડપીને માલિકો સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.