મારો અવાજ,
ખેરાલુ, સતલાસણા, તેમજ વડનગર તાલુકાના ગામોમા ઇડર સ્ટેટ વખતથી બહુરૂપીનું વેશ ધારણ કરીને પેટીયું રળતા ભાઈઓ..
પ્રાપ્ત માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ખેરાલુ સતલાસણા વડનગર જેવા શહેરોમાં હાલમાં સાબરકાંઠાના ઈડરનાં વતની લાલાભાઈ અને તેમનો નાનો ભાઈ બોની પોતાની બહુરૂપીનો વેશ ધારણ કરી અદભુત કલાના દૃશ્યો બતાવી રહ્યા છે. તેમને પુછતા જાણવા મળ્યું હતું કે આ ધંધો અમારા બાપ દાદા વખતનો છે. જે વર્ષો પહેલાં ઈડર સ્ટેટ ચાલતું હતું ત્યારથી અમારા બાપ દાદા કરતા આવ્યા છે અને હાલમાં અમે પણ આજ રીતે વેશ ભુષા ભજવી ગુજરાન ચલાવીએ છીએ.
આ વેશભુષાની વાત કરીયે તો સમગ્ર દેશમાં આ કલા લુપ્ત થતી જાય છે. આવા લોકોને જનતા પ્રૉત્સાહન આપતી નથી. જ્યારે રાજા રજવાડાઓ તેમને આગવું સ્થાન આપતાં અને રાજ મહેલોમાં પણ તેમને ગુપ્ત રાખતા કારણકે એ જમાનામાં રાજાઓ પોતે પોતાની જનતાને કોઈ તકલીફ ના પડે એ માટે આવી રીતે વેશ પલટો કરી જનતા મા ફરી ધ્યાન રાખતાં હતાં એટલે એમને આગવું સ્થાન આપતાં અને હાલમાં ગુજરાત પોલીસ માં પણ મોટા કાર્યક્રમ હોય અથવા કોઈ ગુપ્ત માહિતી એકઠી કરવી હોય તો પોલીસ કર્મી પણ આજ રીતે વેશ પલટો કરી પોતાની ફરજ બજાવતા હોય છે. હાલમાં ઈન્ટરનેટનો જમાનો આવ્યો એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી આવી કલા અને કલાકારો ગાયબ થઈ ગયા છે કારણકે લગભગ ટીવી સીરિયલ રામાયણ મહાભારત જેવી સીરિયલ બની ત્યાર બાદ કોઈ વેશ ભુષા કરતાં દેખાતા નથી અને હવે ગુજરાતમા આવાં કલાકોરો ગણ્યાગાંઠ્યા જ જોવા મળે છે. તેમને સાથ સહકાર આપવામાં આવે તો આ લુપ્ત થતી કલા બચાવી શકાય અને નવી પેઢીને જાણવા મળે કે આપણા દેશમાં રાજા રજવાડાઓ આવાં હતાં. વેશભુષા કરવી બહુરૂપી બનવું એ પણ એક અદ્ભુત કલા છે જ્યારે આ લોકો દ્વારા પણ વેશભુષા કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા..