મારો અવાજ,
ભુજ સર્કિટ હાઉસ ખાતે કચ્છ પત્રકાર સંગઠનના સભ્યોની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં સભ્ય મિત્રોએ ઉપસ્થિત રહી પત્રકરોના હિત માટેના મહત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા આપણા પત્રકાર પરિવારના સભ્ય સ્વ.ચેતનભાઈ (સ્વરાજ સમય સાંધ્યના પ્રતિનિધિ-ગાંધીધામ)ને મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
આજની બેઠકમાં કચ્છ પત્રકાર સંગઠનના ઉપસ્થિત સભ્યોને સંગઠનના ટ્રસ્ટ “પત્રકાર વેલ્ફેર ફાઉન્ડેશન”ના રજિસ્ટ્રેશન અને બેન્કિંગ સુવિધા વિશે માહિતગાર કરાયા હતા. આવનારા દિવસોમાં સભ્યોની નોંધણીની વિધિવત પ્રક્રિયા શરૂ કરવામાં આવશે અને ટ્રસ્ટમાં જુદાં-જુદાં સ્રોતોમાંથી અનુદાન મેળવી પત્રકાર સભ્યો અને તેઓના પરિવારો માટે જીવન વીમા, મેડિકલ વીમા, આવાસ વગેરે જેવી ઉત્કૃષ્ટ કામગીરી હાથ ધરવામાં આવશે તેવું પ્રમુખશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.