મારો અવાજ,
બનાસકાંઠા: અમીરગઢ બોર્ડર પર પોલીસે દારુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો
બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર રાજસ્થાન એટીએસ અને અમીરગઢ પોલીસે સંયુક્ત ઓપરેશન કરી દારુનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. અમીરગઢ પોલીસે બોર્ડર પર બેરીકેટેડ કરીને લાખો રુપિયાનો દારૂ ગુજરાતમાં ઘૂસતો અટકાવ્યો છે.
રાજસ્થાનની ATS પોલીસે પીછો કરી અમીરગઢ બોર્ડર પરથી દારૂની ગાડી ઝડપી પાડી હતી. 28 લાખથી વધુનો દારૂ ગુજરાતમાં ઘુસાડાતો હતો. 695 પેટી 18312 બોટલ સાથે 28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમીરગઢ પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે