મારો અવાજ,
7 જાન્યુઆરીના રોજ સુલતાનપુરાનો કેસ મળતા વડનગર 108 એમ્બ્યુલન્સ સુલતાનપુરા રોડ બાજુ રવાના થઈ હતી. સામેથી રસ્તામાં પેશન્ટના સગા ગાડીમાં લઈને આવતા હતા. વગડામાં વધારે દુખાવો ઉપડતા ડિલિવરી કરવાની ફરજ પડી હતી.
તે સમયે ફરજ ઉપર હાજર ઈ એમ ટી જીતુજી ઠાકોર અને પાયલોટ રાહુલ સિંહ પરમારે તાત્કાલિક ડીલેવરી કરવાનો નિર્ણય લીધો હતો. તેમને સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. જેથી પરિવારમાં આનંદની લાગણી છવાઈ હતી. તે પછી તેમને વડનગર જીએમઈઆરએસ હોસ્પિટલમા એડમીટ કરાયા
હતા. પેશન્ટ છાયાબેન ભરતજી ઠાકોર ઉંમર વર્ષ 30 અને તેમના પરિવારોએ 108ના સ્ટાફનો હૃદય પૂર્વક આભાર માન્યો હતો…