મારો અવાજ,
તથાગત ગૌતમ બુદ્ધ અને બોધિસત્વ, ભારત રત્ન બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરની પ્રેરણાથી “જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ” નિમૅળનગર હાથસણી રોડ, સાવરકુંડલા દ્વારા
તા.૦૩/૦૧/૨૦૨૩ ક્રાન્તિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલે અને તા.૦૯/૦૧/૨૦૨૩ જ્ઞાન જ્યોતી ફાતિમા શેખ ની જન્મ જ્યંતિ નિમિત્તે આજ રોજ ખડકાળા ગામની આંગણવાડીઓના બાળકોને બિસ્કીટ વિતરણ કરેલ છે.
આજ રોજ આયુ. અલ્પેશભાઈ જી.મકવાણા (પ્રેરણા સ્ટેશનરી) ના સુપુત્ર આયુ.આદિત્ય ના જન્મદિવસ નિમિત્તે અને આયુ.દિપકભાઈ એમ.બારૈયા તરફ થી સાવિત્રીબાઈ ફૂલે અને ફાતિમા શેખની જન્મ જયંતી માટે ટ્રસ્ટને દાતાઑ તરીકે શુભેચ્છા દાન-ભેટ આપેલ તેમજ રાજરત્ન પુસ્તકાલય ને અરજણભાઈ માણસુરભાઈ વિઝુંડા ગામ: લીખાળા તરફથી આંબેડકરી ચળવળનો ઈતિહાસનું પુસ્તક સપ્રેમ ભેટ અર્પણ કરેલ છે. જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટને સહયોગ આપવા બદલ ખુબ ખુબ આભાર. તેવું જીતેન્દ્ર આર. મહિડા (જીત એજ્યુ.ચેરી.ટ્રસ્ટ- ૯૪૦૯૪ ૪૮૧૪૮)એ યાદીમાં જણાવેલ છે.