મારો અવાજ,
ચાણસ્મા પી.આઈ વસાવા દ્વારા ચાણસ્મા શહેરમાં તમામ પતંગના સ્ટોલ ઉપર સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું
થોડા દિવસ પછી ઉતરાયણ આવી રહ્યી છે અને હાલમાં સરકાર દ્વારા ચાઈનીઝ દોરીને ઉપર પ્રતિબંધ ફરમાવેલો હોય હાલમાં ચાણસ્મા ખાતે પીઆઈ વસાવા ના સાનિધ્ય નીચે ચાણસ્મા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે ચાણસ્મા શહેરમાં આવેલ સરદાર ચોકમાં બનાવવામાં આવેલ પતંગ બજાર માં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
તમામ સ્ટોલ ઉપર ચાઈનીઝ દોરી નું વેચાણ થાય છે કે નહીં એની જાણકારી મેળવી હતી
સાથે સાથે ચાણસ્મા હાઇવે ઉપર બાઈક ચાલકોને ચાઈનીઝ દોરી થી રક્ષણ મળે તે માટે એમના બાઈક અને સ્કૂટર ઉપર સુરક્ષા કવચ લગાડી આપવામાં આવ્યા હતા. આ તમામ કાર્ય ચાણસ્મા પીઆઇ વસાવા સાહેબની નીગરાનીનીચે કરવામાં આવ્યું હતું