મારો અવાજ,
પ્રામાણિકતા ઝળકી…
નખત્રાણાના યુવાનને રૂપિયા ભરેલ પર્સ મળતા મૂળ માલિકને શોધી પરત કરી….
નખત્રાણાના મણિનગરમા ગઇ કાલે સુનિલ ગણાત્રાને રૂપિયા ભરેલ પર્સ મળતા સોસીયલ મીડિયાના માધ્યમથી મૂળ માલિક શોધી સુનિલ ભાઈ ગણાત્રાએ રૂ ભરેલ પર્સ મૂળ માલિકને આપી પ્રામાણિકતા દર્શાવી હતી. ઉખેડા ગામના વાલજી પુંજા ગોહિલની પર્સ હોવાનું માલુમ થતા તેને બોલાવી પર્સ પરત કરવામા આવી હતી
વાલજીભાઈની પુત્રી વિકલાંગ માટે રૂપિયા હોતા જે ખોવાઈ જતા ગરીબ પરિવાર ચિંતામા મુકાયો હતો. સુનિલભાઈનો આભાર માનવામા આવ્યો હતો અને પર્સ પરત મળતા રાજીપો વ્યક્ત કર્યો હતો