મારો અવાજ,
ભારતની અગ્રણી બેંક hdfc નું વડનગરના મુનિરાજ કોમ્લેક્સમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું. Hdfc બૅંક રાજ્યમાં સીમાચિહનને હાંસલ કરનારી ખાનગી સેક્ટરની પ્રથમ બેંક બની છે. વડનગર ખાતે તેનું ઉદ્ઘાટન કરતા બેંકના હેડે જણાવ્યું કે આ શાખાનું ઉદ્ઘાટન કરીને આંનદની લાગણી અનુભવી રહ્યા છીએ.
જેમાં પ્રવાસન વિભાગના વડા આર.આર.ઠક્કર, hdfc બેંકમાં ઝોનલ હેડ પર્લ સબાવાલા,ક્લસ્ટર હેડ નીરવ દવે,બાંધકામ સમિતિ ચેરમેન ઘેમરજી ઠાકોર,સદસ્ય ગીરીશભાઈ પટેલ, રવિ મકવાણા,જીગર પટેલ તથા વડનગર શહેર તેમજ આજુબાજુના ગામના આગેવાનો તેમજ ગ્રાહકો ઉપસ્થિત રહ્યા હતા.