મારો અવાજ,
ચાણસ્મા તાલુકા પંચાયતમાં પાટણ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ અને વિવિધ ઓફિસોની લીધેલી મુલાકાત.
આજ રોજ ચાણસ્મા તાલુકા પંચાયતમાં પાટણ ડીડીઓ દ્વારા સવારના 10:00 વાગે થી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. જાણવા મળતી માહિતી પ્રમાણે તાલુકા પંચાયતમાં સ્ટાફ પોતાના સમયે હાજર રહેતો ન હોવાનું તથા રજીસ્ટરમા પાછળથી સહી કરી દેતા હોવાનું જાણવા મળ્યું હતું. આવી ગેરરિતી જોતા ડીડીયો દ્વારા લગભગ એક વાગ્યા સુધી તમામ ચેકિંગ કરવામાં આવ્યું હતું. દરેક વિભાગના કર્મચારીઓની પૂછપરછ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારીબેન સાથે રહીને તમામ ઓફીસોનુ નિરીક્ષણ કર્યું હતું. સાહેબે જણાવ્યું હતું કે ચાણસ્મા તાલુકા પંચાયતનુ બિલ્ડીંગ ઘણું જ નાનું પડે છે. કર્મચારીઓને બેસવાની જગ્યા ઓછી પડે છે. બિલ્ડીંગ પણ જર્જરીત થઇ ગયુ છે. જેથી બિલ્ડિંગને રીનોવેટ કરવાની પણ જરૂર લાગી રહી છે એવું એમને જણાવ્યું હતું. એમને વધુમાં જણાવ્યું કે હું રિપોર્ટ બનાવીને ઉપર જાણ કરીશ કે ચાણસ્મા તાલુકા પંચાયતના બિલ્ડીંગ ને રિનોવેટ કરવાની જરૂર છે. ત્યારબાદ ચાણસ્મા ખાતે આવેલ તાલુકા પંચાયતના ક્વાર્ટસની પણ મુલાકાત લીધી. જર્જરીત તાલુકા પંચાયતના ક્વાર્ટસને જોઈને એને પણ રીનોવેશનની જરૂર છે એવું એમને સૂચન કર્યું. ટીડીઓ બેનને ઓનલાઈન સરકારમાં જાણ કરવાનું પણ સૂચન કર્યું . સ્ટાફ સાથે મીટીંગ કરીને જણાવ્યું કે આપ સૌ તમારી ફરજમાં પૂરેપૂરું ધ્યાન આપો એ જ મારું તમને સૂચન છે. જો ભૂલ કરશો તો ભૂલનું પરિણામ પણ ભોગવવું પડશે. એમ દરેક કર્મચારીઓને પોતાની ફરજ સમજાવી હતી.
ચાણસ્મા ઇન્દિરાનગરનો પ્રશ્ન પણ ડીડીઓ સાહેબને રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સનદ મળતી નથી અને 350 ની જગ્યાએ 750 મકાન કઈ રીતે બની ગયા એની પણ તપાસ કરવા માટે પત્રકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
ઇન્દિરા નગરની સનદ માટે ચાણસ્માના સીટી સર્વે ઓફિસર જણાવે છે કે અમારી પાસે કોઈ નકશા નથી. સાથે સિદ્ધપુરના સીટી સર્વે ઓફિસર પણ ખોટા બહાના કાઢીને હેરાન પરેશાન કરે છે. આમ બંને સીટી સર્વે ઓફિસરો મળેલા હોય એવું પણ લાગી રહ્યું છે. અને લોકોને હેરાન પરેશાન કરવો એ એમનો ધ્યેય હોય એવું લાગી રહ્યું છે..
આ પ્રશ્ન રજૂ કરતા એમને જણાવ્યું હતું કે હું ટેલીફોનિક વાત કરીને એમની પાસે સંપૂર્ણ માહિતી લઈ પ્રજાને અન્યાય ના થાય એવી કાર્યવાહી કરીશ.
અહેવાલ-ચેતન શાહ, ચાણસ્મા..