મારો અવાજ,
તથાગત ગૌતમ બુદ્ધ અને સિમ્બોલ ઓફ નોલેજ બાબા સાહેબ ડો.ભીમરાવ આંબેડકરજીની પ્રેરણાથી ‘જીત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ’ સાવરકુંડલા દ્વારા *’રાજરત્ન પુસ્તકાલય’* હાથસણી રોડ, ડો.બાબાસાહેબ આંબેડકર ચોક, ખોડિયારનગર સાવરકુંડલા શરૂ કરેલ છે.
ડો.બાબાસાહેબ આંબેડકર ના ત્રિસુત્ર ‘શિક્ષિત બનો’ ‘સંગઠિત બનો’ ‘સંઘર્ષ કરો’ પ્રથમ સૂત્ર ‘શિક્ષિત બનો’ સાર્થક કરીએ. એક મહિના થી પ્રારંભ થયેલ રાજરત્ન પુસ્તકાલય માં વાંચક મિત્રો દર રવિવારે બહૂજન સાહિત્ય અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના પુસ્તકોનું નિ:શુલ્ક વાંચન કરેશે, તેમજ વાંચવા માટે પુસ્તકો લઈ જાય અને વાંચન પછી પુસ્તકો જમા કરાવવા માં આવે છે, દાતાશ્રીઓ તરફથી બહુજન સાહિત્ય અને
સ્પર્ધાત્મક પરીક્ષા માટે ના પુસ્તકો અર્પણ કરેલ છે.
જે વાંચક મિત્રોને ખુબ જ ઉપયોગી બનેશે, દાતાશ્રીઓ અને વાંચન અભિયાન પ્રવૃતિમાં જોડાયેલ તમામ વાંચક મિત્રોનો ખુબ ખુબ આભાર. દર રવિવારે સમય: ૪:૩૦ થી ૭:૦૦ દરમ્યાન અમારા સરનામે રાજરત્ન પુસ્તકાલય ખુલુ રહેશે તેમજ વાંચક મિત્રોને આ અભિયાનમાં જોડાવા વિનંતી. તેવું જીતેન્દ્ર આર. મહિડા (જીત એજ્યુ.એન્ડ ચેરી.ટ્રસ્ટ મો.૯૪૦૯૪ ૪૮૧૪૮) એ યાદીમાં જણાવેલ છે.