હારીજ ખાતે એસ.પી સાહેબની અધ્યક્ષતામાં લોક દરબાર યોજાયો
ડી.વાય.એસ.પી.,પી.આઇ, પી.એસ.આઇ ખાસ ઉપસ્થિત રહ્યા..
પ્રવર્તમાન સમયમાં સરકારશ્રી દ્વારા નાણાધિરનાર અધિનિયમ અંતર્ગત પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે જેમાં ઘણા લોકો નાણાં ધીરનાર સ્થિતિ અંગે સંપૂર્ણ માહિતી હોતી નથી વ્યાજખોરોના સકંજામાં પિસાવું પડતું હોય છે.
આમ તો પબ્લિકે પોતાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈને આપવાની હોય છે પરંતુ આજે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી પ્રજાની રજૂઆત લેવા માટે હારીજ ખાતે લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા..
નાણાધિરનાર અધિનિયમ મુજબ કોઈપણ વ્યક્તિ જે સરકારના રજીસ્ટરમાં માન્ય હોય તે સરકારના ધારાધોરણ મુજબ વ્યાજ લઈ શકે છે પરંતુ ઘણીવાર લોકો આ કાયદાથી સંપૂર્ણ માહિતી ન હોય ત્યારે વ્યાજખોરોની માનસિકતાનો ભોગ બની પોતે તેમજ સંપૂર્ણ પરિવાર જે તે પીડાના ભોગી બનતા હોય છે.ઘણીવાર જે તે વ્યક્તિ આત્મહત્યા પણ કરી લેતા હોય છે અથવા સહકુટુંબ આત્મહત્યા પણ કરતા હોય છે આવા સંજોગોમાં પ્રજાએ શોષિત બની આત્મહત્યા કરી લેવી તે યોગ્ય નથી પણ તે સંજોગોમાં નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને માહિતી લઈને વ્યાજખોરોના બહાર લાવવા જોઈએ અને પોતાની સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ .
આ પ્રસંગે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયભાઈ પટેલ સાહેબ, ડી.વાય.એસ.પી શ્રી ડી ડી ચૌધરી સાહેબ(રાધનપુર), પી.આઇ. શ્રી આર.એમ વસાવા સાહેબ (ચાણસ્મા)અનેપી.એસ.આઇ.શ્રી આર કે પટેલ વગેરે ખાસ ઉપસ્થિત રહીને પ્રજાજનોનું પ્રશ્નોનું સમાધાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન સંજયભાઈ ઠાકોર અને આભારવિધિ શ્રી આર કે પટેલ(PSI, હારીજ)કરી હતી..