મારો અવાજ,
વડનગર સરસ્વતી વિદ્યામંદિર ખાતે વિદ્યાર્થીઓને ઉતરાયણ પર્વ નિમિત્તે ચાઈનીઝ દોરીથી થતા નુકસાનની સમજ આપવામાં આવી. પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી કે હું ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરીશ નહીં અને બીજાને પણ નહી કરવા દઉં.
આ પ્રસંગે વડનગર પોલીસ સ્ટેશનના પીઆઇએ ઉપસ્થિતિ રહી ચાઇનીઝ દોરી થતા નુકસાનની ઊંડાણ પૂર્વક સમજણ વિદ્યાર્થીઓને આપી હતી આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી માધુભાઈ ચૌધરી, પ્રૉ.રણજીતસિંહ રાઠોડ સરસ્વતી વિદ્યામંદિરના શિક્ષકગણ, વાલીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.