મારો અવાજ,
કરુણા અભિયાન 2023 અંતર્ગત પશુ દવાખાનું સાવરકુંડલા અને ગુજરાત સરકારના પશુપાલન વિભાગ દ્વારા કાર્યરત અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ 1962 દ્વારા સંચાલિત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 (ફરતું પશુ દવાખાનું જીરા MVD)ની ટીમ તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ ની ટીમ દ્વારા સાથે મળી ઉતરાયણ પવૅ અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થયેલ પક્ષીઓને સારવાર કરી બચાવવામાં આવ્યા.
પશું દવાખાનુ સા.કુંડલા ના સ્ટાફ કર્મચારી મયુરભાઈ જોષી, સતીષભાઈ સોલંકી, ફારુકભાઈ ચૌહાણ, કેવલભાઈ ચાવડા, કનુભાઈ જાદવ, ઉમેશભાઈ વાળા, જેતુભાઈ વરુ,દિનેશભાઈ વાળા તેમજ 1962 ટીમ V.O. ડો.મહેશકુમાર અને પાઈલોટ કમ ડ્રેશર જીતેન્દ્ર આર.મહિડા તેમજ વન પ્રકૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ(સતીષભાઈ ની ટીમ) દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી. વન પ્રવૃત્તિ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા દ્વારા તમામ પક્ષીઓને સારવાર પછી રહેવાની,ચણ,પાણી વ્યવસ્થા કરવામાં આવી હતી.આ જીવદયાના સેવાકાર્યમાં સાવરકુંડલા શહેર ના સેવાભાવી મિત્રો દ્વારા પક્ષીઓને બચાવવા સતત કાર્યરત જોવા મળ્યા. તેવુ જીતેન્દ્ર આર.મહિડા એ અખબારી યાદી માં જણાવેલું છે.