મારો અવાજ,
પાટણ અને ચાણસ્મા તાલુકાના સેવાળાનું ગૌરવ
પાટણના મૂળ વતની અને ચાણસ્મા તાલુકાના સેવાળા ગામના મહેતા પરિવારના ભાણેજ કુમારી નેહા આચાર્યએ રાજ્ય કક્ષાની ગાયન સ્પર્ધામાં કાઠું કાઢી ગૌરવ વધાર્યું
તાજેતરમાં ઈડર ખાતે રાજ્યકક્ષાની ગાયન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાટણ ખાતે ધ્વનિ સંગીત વિદ્યાલયમાં અભ્યાસ કરતી પાટણની મૂળ વતનની અને ચાણસ્મા તાલુકાના સેવાળા ગામની ભાણેજ કુમારી નેહા આચાર્ય રાજ્યમાં ગાયન સ્પર્ધામાં પ્રથમ નંબરે આવતા રાજ્યના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને પૂર્વ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાતા પાટણ અને સેવાળા ગામનું અને બ્રહ્મ સમાજનું ગૌરવ વધાર્યું છે કુમારી નેહા આચાર્યનું પાટણ ખાતે પણ ધ્વનિ સંગીત વિદ્યાલયના પ્રમુખ સ્નેહલભાઈ પટેલ મંત્રી પારસભાઈ ખમાર જે એચ પંચોળી લાલભાઈ ઠક્કર દ્વારા સન્માનિત કરાયા હતા