મારો અવાજ,
મહેસાણામાં બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની કચેરીમાં લોન પાસ કરાવી આપવાના નામે લાંચ માગી,35 હજારની લાંચ લેતા ખાનગી વ્યકિત ઝડપાયો..
મહેસાણા ખાતે રહેતા એક વેપારીને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરવા લોનની જરૂર પડતા પોતાના પુત્રના નામે મંડપ ડેકોરેશન વ્યવસાય કરવા મહેસાણા ખાતે આવેલ નિગમ ઓફિસમાં રૂપિયા 5 લાખની સરકારી લોન મેળવવા અરજી કરી હતી. એ દરમિયાન કચેરીમાં રહેલા ખાનગી વ્યકિત વડનગર તાલુકાના કરબટિયા ગામનો મહેન્દ્ર સિંહ જવાનજી રાજપૂતે વેપારી પાસે લોન પાસ કરાવી આપવા માટે વેપારી પાસે 65,000ની માગણી કરી હતી. જેમાંથી વેપારીએ આરોપીને 20 હજાર રૂપિયા અગાઉ આપી દીધા હતા તેમજ બાકીના રહેલા 35 હજાર રૂપિયા આરોપીએ વેપારી પાસે રકઝક કરી લાંચ માગી હતી. જે 35 હજાર રૂપિયા વેપારી આરોપી ને આપવા માગતો ના હોવાથી તેણે સમગ્ર મામલે એ.સી.બી નો સંપર્ક કરી સમગ્ર મામલે જાણ કરતા ACB એ છટકું ગોઠવ્યું હતું.
ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ કચેરીમાં રહેલ કરબટીયા ગામનો મહેન્દ્રસિંહ રાજપૂત અગાઉ કેટલા સમયથી અરજદારો પાસે લાંચ માગી લોનો પાસ કરાવી ચુક્યો છે તેમજ આ કચેરીમાં અન્ય કેટલા કર્મચારીઓ ને લાચનો ભાગ આપવામાં આવતો હતો એ તમામ મુદ્દે ઊંડી તપાસ થાય તો નિગમ ની ઉચ્ચ કચેરી સુધી ઘણા અધિકારીઓ અને કર્મચારીને રેલો આવી શકે છે. ત્યારે નિગમનો આ ખાનગી માણસ હાલ લાંચ લેતાં ઝડપાઇ જતા અન્ય કચેરીમાં રહેલા આવા લાંચિયા કર્મચારી અને અધિકારીઓ મા ફફડાટ પેસી ગયો છે.હજુ બીજું એજન્ટ પણ પકડવાનું બાકી છે જે 5 લાખની લોન પાસ કરવાનાં 50000 હજાર કમિશનર વસુલ કરે છે.